________________
પરિશિષ્ટ-૫ આપના પ્રશ્નો-શાસ્ત્રના ઉત્તરો પ્રશ્ન-૧ - પ્રભુની આરતી, મંગળદીવામાં શ્રાવક જે દ્રવ્ય-રૂપિયા વગેરે પધરાવે છે, તેના પર કોનો અધિકાર હોય છે ? પૂજારીનો કે દેવદ્રવ્ય ભંડાર ખાતાનો ? ઉત્તર-૧ – પ્રભુની આરતી, મંગળદીવામાં જે પણ દ્રવ્ય-ધન વગેરે આવે છે, તે પ્રભુજીને જ ચડાવવામાં આવે છે. તેથી તે દેવદ્રવ્ય ભંડાર ખાતામાં જ જમા કરવું જોઈએ. હકીકતે એના પર પૂજારીનો કોઈ હક હોતો નથી. ક્યાંક ક્યાંક પૂજારીઓને આપવાની પ્રવૃત્તિ ચાલે છે, પરંતુ તે શાસ્ત્રીય નથી. આવા સ્થાનોમાં પૂજારી વર્ગને અન્ય પ્રકારે સંતુષ્ટ કરી, એમની વ્યવસ્થા કરી આરતી, મંગળદીવાની રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરવાની શાસ્ત્રીય વ્યવસ્થા પુનર્નિર્મિત કરવી જરૂરી છે. શ્વેતાંબરોની અગ્રણી - આણંદજી કલ્યાણજી પેઢી તેમજ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થની પેઢી અંતર્ગત જેટલા પણ તીર્થોનો વહીવટ છે, ત્યાં દરેક સ્થાને આરતી-મંગળદીવાની દ્રવ્ય-આવક દેવદ્રવ્યમાં જમાં કરાય છે. પ્રશ્ન-૨ - ભગવાનની આગળ અષ્ટમંગલ કરવું જોઈએ કે અષ્ટમંગલની પાટલી (પટ્ટ)ની પૂજા કરવી જોઈએ ? એનું વિધાન ક્યાં મળે છે ? ઉત્તર-૨ - ભગવાનની આગળ અષ્ટમંગલ કરવાની વિધિ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ નામના આગમમાં લખેલ છે. પ્રભુની આગળ સુવર્ણ-રૌયાદિ રત્નોના તંદુલ (અક્ષત)થી અથવા શુદ્ધ અક્ષતોથી અષ્ટમંગલની આકૃતિઓ બનાવવી પર ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?