________________
યોગ્ય જણાતો નથી. પરમાત્માની દીપક પૂજા તો અલગથી દીપક કે આરતી કરવાથી થઈ શકે છે. પ્રશ્ન-૩૧ - દેવદ્રવ્યમાંથી બનાવેલ ઉપાશ્રય-આરાધના ભવનમાં કઈ કઈ ધાર્મિક પ્રવૃત્તિ થઈ શકે ? ઉત્તર-૩૧ - ઉપાશ્રય-આરાધના ભવન દેવદ્રવ્યમાંથી બનાવી શકાય જ નહિ. તેથી તેમાં કઈ કઈ ધાર્મિક પ્રવૃત્તિ કરી શકાય એ પ્રશ્ન જ અસ્થાને છે. છતાં કોઈએ દેવદ્રવ્યમાંથી ઉપાશ્રય-આરાધના, ભવન બનાવ્યું હોય કે તેમાં થોડું ઘણું પણ દેવદ્રવ્ય વાપર્યું હોય, તો તેમાં કોઈપણ સામાન્ય ધાર્મિક પ્રવૃત્તિ કરી શકાય નહિ. એમાં વધુમાં વધુ જિનમંદિર બનાવી, પરમાત્માની પ્રતિમા બિરાજમાન કરી જિનભક્તિ જ કરી શકાય. પ્રશ્ન-૩૨ – દેવદ્રવ્યમાંથી કોઈ સંઘે ઉપાશ્રય-આરાધના ભવન બનાવી દીધાં હોય અને શ્રીસંઘના સામાન્ય કાર્યોમાં એનો ઉપયોગ પણ કરતા હોય ત્યારે એ સ્થાનનો ઉપયોગ કરવા માટે નકરો આપે તો ચાલી શકે ? દેવદ્રવ્યની મૂડીનું વ્યાજ આપતા રહે તો ચાલી શકે ? ઉત્તર-૩૨ – દેવદ્રવ્યમાંથી ઉપાશ્રય બનાવી દીધો હોય તો ગીતાર્થ ગુરુનું માર્ગદર્શન મેળવી જેટલી રકમ દેવદ્રવ્યની વપરાઈ હોય તે મૂળ રકમ, તેના બજારમાં ચાલતા વ્યાજ દરે આજ સુધીના વ્યાજની રકમ સાથે દેવદ્રવ્ય ખાતે ભરપાઈ કરી દેવી જોઈએ. દેવદ્રવ્યને કે દેવદ્રવ્યમાંથી બનેલ કોઈપણ વસ્તુને શ્રાવકના કાર્યમાં સીધું કે પરોક્ષ રીતે વાપરવું એ ભયંકર કોટિનું પાપ છે. એ દુર્ગતિની પરંપરા ઊભું કરનાર મહાપાપ છે. માટે એની શાસ્ત્રસાપેક્ષ માર્ગે તુરંત શુદ્ધિ કરી જ દેવી જોઈએ.
એવાં સ્થાનમાં શ્રીસંઘે શ્રી જિનભક્તિ સિવાયની અન્ય કોઈ જ આરાધના કરવી-કરાવવી ન જોઈએ. એવાં સ્થાનમાં દેવદ્રવ્યમાંથી આ ઉપાશ્રય બન્યો છે.” અગર તો “આ ઉપાશ્રયમાં દેવદ્રવ્ય વપરાયું છે' તેવા ભાવનું મોટા અક્ષરોમાં બોર્ડ મૂકવું હિતકર છે.
જ્યાં સુધી શુદ્ધિનું કાર્ય શકય ન બને ત્યાં સુધી મૂળ મૂડીનું બજાર ભાવે ચાલતું વ્યાજ ભરવું જ જોઈએ. માત્ર સંઘે નક્કી કરેલો કે એમને એમ જ
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૯
.