________________
ઉત્તર-૨૮ - દુકાનદારને વેચો તો પણ ઉચિત મૂલ્ય તો વેચાવું જ જોઈએ. જો એમ ન થાય તો દેવદ્રવ્યને નુકસાન થાય. જો આ રીતે પણ નુકસાન નિવારી શકાતું ન હોય તો એક બીજો પણ માર્ગ જણાય છે.
જિનાલયની ભક્તિ માટે જેમ અષ્ટપ્રકારી પૂજાના દ્રવ્યને સમર્પિત કરવાના વાર્ષિક ચડાવા કરાય છે તેમ નિર્માલ્ય દ્રવ્યના પણ ચડાવા કરી શકાય. તેમાં દરેક મહિનાના ફળ-નૈવેદ્યના દેવદ્રવ્યના નુકસાનને બચાવવા અનુકંપામાં વાપરવાના લક્ષ્યપૂર્વક બાર મહિનાના ફળ-નૈવેદ્યના બાર નામો નોંધાય કે ચડાવા બોલાય. એ દ્રવ્ય દેવદ્રવ્યમાં જમા કરીને એમાંથી ખરીદેલ ફળ-નૈવેદ્ય ગામ કે શહેરમાં રહેલ ભિખારીઓ, અપંગો વગેરે અનુકંપા યોગ્ય અજૈન લોકોને આપી દેવાય, તો એનાથી શાસનની પ્રભાવનાની સાથોસાથ દેવદ્રવ્યનો વિનાશ અટકવાનો પણ જબરો લાભ પ્રાપ્ત થાય. એક સ્થાને રૂઢ થવાથી અનુકરણપ્રિય અન્ય સંઘોમાં પણ આનો વ્યાપક પ્રચાર થાય અને સર્વત્ર દેવદ્રવ્ય સુરક્ષિત બની જાય. સંઘજનોએ થોડા વધુ ઉદાર બનીને એમાં ભાગ લેવા જેવો છે-એવું લાગે છે. પ્રશ્ન-૨૯- રાજસ્થાનમાં અબોટ દીવો ચાલે છે, જેને ગુજરાતમાં અખંડ દીપક કહે છે તેનું વિધાન કયા શાસ્ત્રમાં આવે છે ? તેની જરૂર શી ? ઉત્તર-૨૯ - દેરાસરમાં - ગભારામાં કાયમ રીતે અબોટ દીવો કે અખંડ દીપક રાખવાનું વિધાન કોઈ ગ્રંથમાં આવે છે, તેવું જાણ્યું નથી. શાંતિસ્નાત્ર, પ્રતિષ્ઠા, અંજનશલાકા જેવાં વિશિષ્ટ પ્રભાવક અનુષ્ઠાનોમાં અખંડ દીપક કરવાની વિધિ આવે છે, પણ એ કાર્ય પત્યા બાદ એનું વિસર્જન કરવામાં આવે છે. એ વિસર્જનના ચોક્કસ મંત્રો પણ વિધિવિધાનના ગ્રંથોમાં છે. પ્રશ્ન-૩૦ – અખંડ દીપકનો લાભ શું ? એ દેવદ્રવ્યથી કરી શકાય ? એ દીપક પૂજા તરીકે કરાય છે ? ઉત્તર-૩૦ – અખંડ દીપક વિશિષ્ટ વિધાનોમાં વિધિની પવિત્રતા, દેવતાઈ સાંનિધ્ય પ્રાપ્તિ વગેરે કારણોથી કરાતો સંભવે છે. દેરાસરમાં કાયમી અખંડ દીપક કરવા પાછળ પણ આવા જ હેતુ રહેલા જણાય છે. પરંતુ તેનું વિધાન શાસ્ત્રોમાં જોવા મળ્યું ન હોવાથી આ કાર્યમાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવો
૬૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?