________________
છે. એનાથી જૈનશાસનની કારમી નિંદા થાય છે, તો એને અટકાવવા શ્રાવકોથી શું કરી શકાય ?
ઉત્તર-૪૯ - એક વાત સમજી લેવી જોઈએ કે મોટા ભાગના સાધુઓ અહીં આવે છે તે લગભગ વૈરાગ્યપૂર્વક જ આવે છે. છતાં આવ્યા બાદ કોક પરિબળોથી શિથિલ બની આવાં સાધનો વાપરવાં લલચાય છે. પણ સાધુઓને
આ વસ્તુ લાવી કોણ આપે ? સાધુ કાંઈ બજારમાં જતો નથી. લોભિયા ગૃહસ્થો સાધુ ભગવંતોની મર્યાદા તોડાવી એમની પાસે પોતાના સ્વાર્થ સાધે છે. જ્યોતિષ-મુહૂર્ત, મંત્ર-તંત્ર માદળિયાં, રક્ષાપોટલી, યંત્ર-મૂર્તિ, વૈદ્યક, સાંસારિક કામનાથી વાસક્ષેપ જેવી અનેક પ્રકારની અકર્તવ્ય પ્રવૃત્તિઓ એમની પાસે કરાવે છે અને એના બદલામાં એ જે કહે તે લાવી આપે છે. એમાંથી સાધુ સંસ્થામાં સડો પેસતો જાય છે. જો હૈયાંની વ્યથામાંથી આ પ્રશ્ન ઉઠ્યો હોય, તો સૌ કોઈએ એવો નિર્ણય કરી જ લેવો જોઈએ કે -
૧ કોઈ પણ સાધુ પાસે સંસારના સ્વાર્થની વાત લઈને જઈશું નહિ. ૨ - સાધુને કોઈપણ એવાં સાધન અમે લાવી આપીશું નહિ.
૩
૪
જે આવાં સાધનો વાપરતા હોય, તેમને ટેકો આપશું નહિ. એવાનો વિરોધ કદાચ નહિ કરી શકીએ, તો પણ એને સહાયક તો નહિ જ બનીએ.
૫ -
એવાને ટેકો મળે એવું કાંઈ જ નહિ કરીએ.
૬ . તાકાત હોય તો વિવેકપૂર્વક અટકાવવાનો પ્રયત્ન કરીશું, પણ તે ન
-
૭
-
જ બને તો તે વ્યક્તિને છોડી દઈશું.
કોઈપણ સંયોગમાં એની નિંદા તો કરીશું જ નહિ. છાપે તો ચડાવીશું જ નહિ.
८ અતિગંભીર બાબત હોય, તો ગીતાર્થ ગુરુના માર્ગદર્શન મુજબ સઘળાં ઉચિત પગલાં લઈશું.
આટલું જો કરવામાં આવે, તો શ્રાવકો-ગૃહસ્થોના યોગે જે શિથિલતાનો પ્રારંભ થાય છે, તે અટકે અને શ્રમણ સંઘની નિંદાના પાપને પણ બ્રેક લાગે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૮૧
-