________________
પ્રશ્ન-૫૦ - શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અંગ ઉપરથી ઉતરેલો વાસક્ષેપ લઈ શ્રાવક-શ્રાવિકા પોતાના હાથે પોતાના કે અન્યના મસ્તક ઉપર નાંખે છે, તે યોગ્ય છે ? ઉત્તર-૫૦ - શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ કે કોઈ પણ ભગવાનના અંગ ઉપરથી ઉતરેલ વાસક્ષેપ કે કોઈપણ પદાર્થ શ્રાવક-શ્રાવિકા પોતાના હાથે કે બીજાના હાથે પોતાના કે બીજાના મસ્તકાદિ ઉપર નાંખી ન શકે. તેમજ એનો બીજો પણ કોઈપણ પ્રકારનો ઉપયોગ ન કરી શકે. શાસ્ત્રની મર્યાદા મુજબ ભગવાનનું વણજળ આદરપૂર્વક લઈ મસ્તકે લગાડવાનો વિધિ છે, જેનું વર્ણન બૃહત્ક્રાંતિ સ્તોત્રમાં આવે છે. પ્રશ્ન-૫૧ - સ્ત્રી-પુરુષનું ભેગું સમૂહ સામાયિક રાખવું યોગ્ય છે ? વ્યાખ્યાનસભામાં સ્ત્રી-પુરુષ સાથે બેસે છે, એનું દૃષ્ટાંત સમૂહ સામાયિકમાં આપી શકાય ? ઉત્તર-પ૧ - સ્ત્રી-પુરુષનું ભેગું સમૂહ સામાયિક રાખવું ઉચિત લાગતું નથી. આવી પ્રવૃત્તિ ચલાવવાથી મર્યાદા અંગેના અનેક પ્રશ્નો ઉદ્ભવવા સંભવ છે. વ્યાખ્યાન સભાનું દૃષ્ટાંત લઈને પણ આનું સમર્થન કરવું યોગ્ય નથી. પ્રશ્ન-પર - અમારે ત્યાં આઠ વર્ષ અગાઉ નિર્માણ થયેલ શિખરબંધી ચૌમુખજીજિનાલયમાં ધજા નથી રાખી. આજુબાજુના બંગલાવાળા વાંધો ઉઠાવે છે કે, ધજાનો પડછાયો ઘર ઉપર પડે તો સર્વનાશ થાય. અરિહંત અને સિદ્ધના વર્ણની પ્રતિક આ ધજા હજારો માઈલ દૂરથી દેખાય તો પણ વંદનીય છે. તો પછી તેના પડછાયા વિષેનો આ વહેમ સાચો છે કે ખોટો ? ઉત્તર-પર - ધજાનો પડછાયો ઘર ઉપર પડે તો દોષરૂપ થાય, આ વિધાન બરાબર નથી. વિધાન તો એવું છે કે, દિવસના બીજા-ત્રીજા પ્રહરમાં ધજાનો પડછાયો પડે તો દોષરૂપ બને. ધજાનો પડછાયો દિવસના પહેલા, છેલ્લા પ્રહરમાં ઘણે લાંબે સુધી પડતો હોય છે અને દિવસના બીજા, ત્રીજા પ્રહરમાં નજીકમાં જ પડતો હોય છે. આમાંથી પહેલા અને છેલ્લા પ્રહરમાં ધજાનો પડછાયો ઘર ઉપર પડે તેમાં કોઈ દોષ નથી, પરંતુ બીજા, ત્રીજા પ્રહરનો પડછાયો ઘર ઉપર પડે, તો તેમાં શાસ્ત્ર દૃષ્ટિએ વિચારતાં જરૂર દોષરૂપ બને છે. આમ હોવાનું કારણ એ નથી કે, ધજાનો પડછાયો ઘર ઉપર પડે એટલે દોષ ૮૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?