________________
મલિન-અશુદ્ધ થાય, તે પહેરી પૂજા કરવાથી પ્રભુની આશાતના થાય છે. માટે આવો વ્યવહાર કરવો યોગ્ય નથી. પ્રશ્ન-૪૭ - અત્યારે પદ્માવતી પૂજન ભણાવાય છે તે યોગ્ય છે કે નહિ ? ઉત્તર-૪૭ - પદ્માવતી પૂજન ભણાવવું એ યોગ્ય નથી. પરમતારક પરમાત્માની ભક્તિને ગૌણ બનાવી દેવ-દેવીનાં પૂજનો ભણાવવાં; એમાં ત્રણ લોકના નાથની આશાતના થાય છે. શાસ્ત્રદષ્ટિએ યોગ્ય નથી, તેમ વ્યવહારથી પણ ઉચિત નથી. પ્રશ્ન-૪૮ - જૈન દેરાસરોની ધજામાં કેટલાક ઠેકાણે લીલો પટ્ટો (ચીન) દેખાવા લાગ્યો છે, તો વળી કેટલાક દેરાસરની ધજા સંપૂર્ણ લીલી જ દેખાય છે. એનું કારણ ? શું એ રીતે રાખી શકાય ? ઉત્તર-૪૮ – જૈન દેરાસરોની ધજામાં લીલો રંગ રાખી શકાય નહિ. મૂળનાયક જો પરિકરવાના હોય તો તે પરમાત્માની અરિહંત અવસ્થા ગણાય છે માટે વચ્ચે સફેદ અને આજુ-બાજુમાં લાલપટ્ટા અને મૂળનાયક જો પરિકર વિનાના એટલે કે સિદ્ધાવસ્થાવાળા હોય તો વચ્ચે લાલ અને આજુબાજુમાં સફેદ પટ્ટા રાખવાનું વિધાન છે. પરંતુ કોઈપણ જગ્યાએ લીલા પટ્ટા રાખવાની વાત આવતી નથી. સૌરાષ્ટ્રના કોઈ એક ગામમાં લીલી ધજા કર્યાનું સંભળાય છે. એનું આંધળું અનુકરણ અન્ય સંઘોમાં પણ થવા લાગ્યું અને એનું વહેણ વધતાં વધતાં કેટલાક જિનાલયો ઉપર ધજામાં છેવટે એક ત્રિકોણી લીલો પટ્ટો પણ રાખવાનું ચાલુ થયું છે, જે તદ્દન અયોગ્ય છે. એટલે જ્યાંથી પણ ધજા મંગાવતા હોય ત્યાં ખાસ સૂચના આપીને આવા લીલા રંગના પટ્ટાઓ કાઢી નંખાવવા જોઈએ.
જો આ બાબતે ઉપેક્ષા સેવવામાં આવે તો ધીમે ધીમે બધે આવી અનુચિત પ્રવૃત્તિ થવા લાગશે અને પછી તો અવિધિ જ વિધિ તરીકે ઓળખાવા લાગશે. માટે દરેક સંઘોએ સવેળા ચેતી જવું આવશ્યક છે. પ્રશ્ન-૪૯ - સાધુ સંસ્થામાં કેટલેક સ્થળે યાંત્રિક-ઈલેક્ટ્રિક-ઈલેક્ટ્રોનીક સાધનોનો તેમજ સાધુ જીવન માટે સર્વથા અનુચિત હોય, એવી કેટલીક સામગ્રીઓનો વપરાશ થવા લાગ્યો છે, પરિણામે શિથિલતા ફેલાવા લાગી
૮૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?