________________
જિનમંદિર સાધારણ માટે કરેલું ફંડ, કાયમી તિથિ, ઉપરોક્ત હેતુથી કોઈ ભક્ત દ્વારા અપાયેલું મકાન વગેરેના ભાડાની આવક તથા જિનમંદિર સાધારણના ભંડારમાંથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય આ જિનમંદિર-સાધારણ ખાતામાં જમા કરવામાં આવે છે. ઉપયોગ :
આ ખાતાની રકમમાંથી પરમાત્માની ભક્તિ માટે દરેક પ્રકારના દ્રવ્ય - સામગ્રી લાવી શકાય છે. ઉદાહરણ તરીકે :
૧-કેશર, ૨-ચંદન, પુષ્પ, ફૂલદાની, ૩-બરાસ-કપૂર, ૪-પ્રક્ષાલ માટે દૂધ, પ-પ્રક્ષાલ માટે પાણી, કુ-ધૂપબત્તી, ૭-દીપક માટે ઘી, ૮-ફાનસ, ૯-દીપકના ગ્લાસ, ૧૦-દીપક માટે સ્ટેન્ડ, ૧૧-રૂની વાટ, ૧૨-વાળાફેંચી, ૧૩-મોરપીંછી-પંજણી, ૧૪-અંગલુછણાનું કપડું, ૧૫-પાટલૂછણા, ૧૬-ધૂપદાની, ૧૭-ચામર, ૧૮-દર્પણ, ૧૯-ઝાલર-ડંકા, ૨૦-પૂજાની થાળીવાડકી, ર૧-કળશ, તાંબાની કૂંડી, ૨૨-આરતી-મંગળદીવો, ૨૩-જિનમંદિરમાં જરૂરી સાબુ, ૨૪-કેસર ઘસવાનો પથ્થર, ૨૫-શિખરની ધજા, ૨૬-નાડાછડી, ૨૭-અત્તર, વરખ, બાદલું, ૨૮-આંગીનો સામાન.
- આ દ્રવ્યમાંથી પૂજારીને પગાર અને પૂજારીને પૂજા કરવા માટે કપડા ખરીદીને આપી શકાય છે. - ભંડાર, સિંહાસન, દીપક માટે કાચની હાંડી વગેરે લાવી શકાય છે. - દેરાસરના વાસણોને સાફ કરનાર માણસનો પગાર, દેરાસરની દેખરેખ કરનાર માણસોનો પગાર વગેરે આપી શકાય છે.
- વાસક્ષેપ અને કાજો કાઢવા માટે સાવરણી : આવી દેરાસર અને ઉપાશ્રય બંનેનાં ઉપયોગમાં આવનારી વસ્તુઓ સાધારણ ખાતામાંથી ખરીદવી.
- જિનમંદિર સાધારણનો ભંડાર દેરાસરની અંદરના ભાગમાં રાખી ન શકાય. એને દેરાસરની બહાર કોઈક સુરક્ષિત જગ્યાએ યોગ્ય સ્થાનમાં જ રાખવા જોઈએ. કેસર-સુખડ ઘસવાની રૂમમાં રાખી શકાય.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૧૩