________________
ઉત્તર-૪૦ - કુશળ કારીગર પાસે વિધિ સાચવીને ચાંદીના તાર વગેરે દ્વારા પ્રતિમાજીને ફરી ગોઠવવા હિતાવહ છે. એમને એમ વિસર્જન ક૨વાનો માર્ગ યોગ્ય નથી. ચોવીશીના છૂટા પડેલા ભગવાન પોતે ખંડિત થઈ ગયા હોય તો વિસર્જન અંગે વિચારી શકાય. આ અંગે પ્રત્યક્ષ જોયા બાદ જ જરૂરી અભિપ્રાય આપી શકાય.
પ્રશ્ન-૪૧ ભગવાનના અંગ ઉપર બરાસ પૂજા થાય કે નહિ ? હમણાં લોકવાયકા એવી સંભળાય છે કે બરાસમાં કેમિકલ આવે છે. સત્ય હકીકત જે હોય, તે જણાવવા વિનંતિ.
ઉત્તર-૪૧ - બરાસમાં કેમિકલ આવતું હોય, તો તેની જગ્યાએ શુદ્ધ કેમિકલ વિનાનો બરાસ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવો પ્રયત્ન કરવાના બદલે કેમિકલના હાઉને ઉભો કરી બરાસના ઉપયોગનો એકાંતે નિષેધ કરવો, એ કોઈ પણ રીતે ઉચિત જણાતું નથી. કેમિકલના નામ માત્રથી જ વસ્તુનો વિરોધ કે નિષેધ કરવાનો સિદ્ધાંત સ્થાપી દેવાય, તો ઘણી ખરી વિધિઓનો આજે જ વિચ્છેદ કરી દેવો પડે. એમ કરતાં તો આલંબન જ નાશ પામી જાય.
વિધિમાર્ગનું સ્થાપન જ્યાં સુધી પૂરેપૂરું ન કરી શકાય, ત્યાં સુધી પ્રચલિત વિધિમાં થતી અવિધિના કારણે સમૂળગી વિધિનો વિરોધ કરી સમૂળગો ઉચ્છેદ ન કરી શકાય. કારણ કે તેમ કરતાં સંપૂર્ણ વિધિ-માર્ગ જ જોખમમાં મૂકાઈ જાય. કેસર, કસ્તુરી, બરાસ, ભીમસેન કપૂર, શુદ્ધ કપૂર વગેરે સુગંધી દ્રવ્યોથી મિશ્રિત ચંદનથી જિનબિંબની પૂજા કરવાનાં અનેક વિધાનો, ઉલ્લે -નો અને પાઠો મોજૂદ છે. તેથી બરાસ મિશ્રિત ચંદન પૂજા શાસ્ત્રોક્ત જ છે. એમાં કોઈ શંકા કરવાનું કારણ નથી. વસ્તુ સારી અને સાચી મળે એ માટેની તકેદારી જરૂ૨ ૨ાખવી જોઈએ કે જેથી ભક્તિ સુંદર રીતે સાચવી શકાય.
પ્રશ્ન-૪૨ મોટા તીર્થોમાં અમુક દેરીઓ ઉપર શ્રીફળનાં તોરણ લગાડાય છે, તેનું મહત્ત્વ શું ? એ શાસ્ત્રીય છે ?
—
ઉત્તર-૪૨ - કોઈપણ તીર્થ કે જિનાલયમાં કે અન્ય કોઈ પણ દેવ-દેવીના સ્થાપનમાં પણ દેરી ઉપર આ રીતે શ્રીફળનાં તોરણો લગાડવાં, એમાં કોઈ શાસ્ત્રીય વિધિનું પાલન છે, તેવું મુદ્દલ જણાતું નથી. આ એક દેખાદેખીથી
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
૭૫