________________
અમદાવાદમાં સાધારણ ખાતા માટે ઘર દીઠ દર સાલ અમુક રકમ લેવાનો રીવાજ છે, જેથી કેશર, સુખડ, ધોતીયા વિગેરેનો ખર્ચ થઈ શકે છે. એવી યોજના અથવા દરસાલ ટીપની યોજના કાયમ ચાલે તેવી રીતે શક્તિ પ્રમાણે થઈ જાય તો સાધારણમાં વાંધો આવે નહિ.
પણ સુપનની ઉપજ લઈ જવી એ તો કોઈ રીતે ઉચિત લાગતું નથી. તીર્થકર દેવને ઉદ્દેશીને જ સ્વપ્નાં છે અને તેથી તે નિમિત્તનું દેવદ્રવ્યમાં જવું જોઈએ.
ગપ્પ દીપિકા સમીર” નામની ચોપડીમાં પ્રશ્નોત્તરમાં પૂજ્ય સ્વ. આચાર્યદેવ વિજયાનંદસૂરિજીનો પણ એવો જ અભિપ્રાય છપાયેલો છે. સર્વેને ધર્મલાભ જણાવશો.
5 એ જ : હેમંતવિજયના ધર્મલાભ.
(૭)
જૈન ઉપાશ્રય - કરાડ આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ તરફથી ?
ધર્મલાભ સ્વપ્ન ઉતારવાની ક્રિયા પ્રભુ ભક્તિ નિમિત્તે જ થાય છે માટે એની ઉપજ ઓછી થાય એવું કોઈપણ પગલું ભરવાથી દેવદ્રવ્યથી ઉપજ રોકવાનું પાપ લાગે એ કારણે જ તમારો ઠરાવ કોઈપણ રીતે યોગ્ય નથી, પણ શાસ્ત્ર વિરુદ્ધ છે. સાધારણની ઉપજ માટે અનેક ઉપાયો યોજી શકાય છે.
અમદાવાદ આદિમાં સ્વપ્નની ઉપજ જીર્ણોદ્ધારમાં જ અપાય છે. જે જે સ્થળે ગરબડ હોય અથવા થઈ હોય તો તે અજ્ઞાનનું જ પરિણામ છે માટે એનું દષ્ટાંત લઈ આત્મનાશક વર્તાવ કોઈપણ કલ્યાણકામી શ્રીસંઘે ન જ કરવો જોઈએ.
એ જ સૌ શ્રી જિનાજ્ઞાસિક અને પાલક બને એ જ એક અભિલાષા.
(૮)
શ્રી મુકામ પાટણથી લી. વિજયભક્તિસૂરિ તથા પં. કંચનવિજયાદિ ઠા. ૧૯ મુ. શાંતાક્રુઝ--
૧૦૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?