________________
(૧૫)
ભુજ તા. ૧૨-૮-૫૪ ધર્મપ્રેમી સુશ્રાવક અમીલાલભાઈ, લિ. ભુવનતિલકસૂરિના ધર્મલાભ. પત્ર મળ્યો. જિનદેવને આશ્રિત જે ઘી બોલાય તે સઘળું દેવદ્રવ્યમાં જ જવું જોઈએ એવા શાસ્ત્રીય પાઠો છે. દેવદ્રવ્ય સિદ્ધિની પુસ્તિકા વાંચી જવા ભલામણ છે. મુનિ સંમેલનમાં ય ઠરાવ થયેલો હતો. દેવાશ્રિત સ્વપ્નાં, પારણું કે વરઘોડા આદિમાં બોલાતી બોલીઓનું દ્રવ્ય તેમજ માલારોપણની આવક આ સઘળું ય દેવદ્રવ્ય જ કહેવાય અને તે દેવદ્રવ્ય સિવાય અન્ય કોઈપણ ખાતામાં તેનો ઉપયોગ ન જ થઈ શકે.
કોઈ વ્યક્તિઓ એમાં મતભેદ ધરાવે છે. પણ તે અશાસ્ત્રીય અને અમાન્ય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાની આજ્ઞા છે, પણ હાનિ કરનારને મહાપાપી અને અનંતસંસારી થયાનું શાસ્ત્ર ફરમાન છે તો આજના સુવિહિત શાસ્ત્રવચન-શ્રદ્ધાળુ આચાર્ય મહારાજાઓનો આ જ સિદ્ધાંત છે અને ફરમાન છે કારણ કે ભવભીર છે.
(૧૩) અમદાવાદ શાહપુર, મંગલ પારેખનો ખાંચો
જૈન ઉપાશ્રય સુદ ૧૪ ધર્મશ્રદ્ધાળુ સુશ્રાવક ભાઈ અમીલાલ રતિલાલભાઈ મુ. વેરાવળ યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો. સમાચાર સર્વે જાણ્યા.
ચૌદ સ્વપ્ન પારણું, ઉપધાનની માળાનું ઘી દેવદ્રવ્યમાં લઈ જવું એ જ વ્યાજબી છે. શાસ્ત્ર તેમજ પરંપરાના આધારોની હકીક્ત તો રૂબરૂમાં શાંતિથી સમજાવી શકાય. ધર્મભાવનામાં વૃદ્ધિ કરશો.
45 દ : ધર્મવિજયના ધર્મલાભ. (આ અભિપ્રાય પૂ.આ.મશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ.આ.ભ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજનો છે.)
૧૧૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?