________________
ચૌદ સ્વપ્ન, પારણાં ઘોડીઓ સંબંધીની તથા ઉપધાનની માળા આદિની ઉપજ દેવદ્રવ્યમાં જાય. સાધારણ ખાતામાં લઈ જવી ઉચિત નથી. આ બાબત રાજનગરના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિ સંમેલનનો ઠરાવ સ્પષ્ટ કરે છે. એ જ ધર્મસાધનામાં ઉદ્યમશીલ રહેશો.
41 લિ. આ. વિજયમનોહરસૂરિના ધર્મલાભ.
(૧૪)
તળાજા તા. ૧૩-૮-૫૪ લિ. વિજયદર્શનસૂરિ આદિ. તત્ર દેવગુરુ-ભક્તિકારક શા. અમીલાલ રતિલાલ યોગ.
વેરાવળ બંદરે ધર્મલાભપૂર્વક તમોએ ચૌદ સ્વપ્ન તથા ઘોડિયા પારણાની તથા ઉપધાનની માળાની ઉપજ સાધારણ ખાતામાં લઈ જવી કે દેવદ્રવ્ય ખાતામાં લઈ જવી તે પૂછાવ્યું છે તે બાબતમાં જણાવવાનું કે પ્રામાણિક પરંપરા જે ચાલી આવતી હોય તેમાં ફેરફાર કરવો તે ઉચિત જણાતું નથી. તે પરંપરા તોડવામાં આવે તો બીજી પણ અનેક પ્રામાણિક પરંપરા તૂટી જવાનો ભય રહે છે. અત્યાર સુધી તે ઉપજ દેવદ્રવ્ય ખાતે જ લઈ જવામાં આવી છે માટે તે રીતે વર્તન કરવું એ જ ઉચિત જણાય છે.
જો કે ચૌદ સ્વપ્ન દર્શન પ્રભુની બાલ્ય અવસ્થાના કાળના છે. પરંતુ આપણે બાલ્ય માનીને કરવાનું નથી. પરંતુ તે તીર્થકર આ ભવમાં જ થવાના છે. એટલે બાલ્યવયરૂપ દ્રવ્ય નિક્ષેપો ભાવનિક્ષેપનું મુખ્ય કારણ માનીને શુભ કાર્ય કરવાના છે, એટલે ત્રિલોકાધિપતિ પ્રભુ ભગવંતને ઉદ્દેશીને જ સ્વપ્ન વિગેરે ઉતારવાનાં હોવાથી જે ઉદ્દેશીને કાર્ય કરવામાં આવે તે ઉદ્દેશમાં જ ખરચવું તે જ ઉચિત ગણાય. જેથી સ્વપ્નાદિનું ઘી ત્રિભુવનનાયક પ્રભુને ઉદ્દેશીને બોલવામાં આવે છે એટલે તેમાં જ તે ઉપજ ખર્ચાય તે ઉચિત ગણાય. . (પૂ.આ.ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રીના પટ્ટપ્રભાવક આચાર્ય મહારાજ શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ.શ્રીજીનો અભિપ્રાય છે.)
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૧૫