________________
• જ્ઞાનદ્રવ્યમાંથી બનેલા મકાનો, ભંડારો, જ્ઞાનમંદિરમાં સાધુ-સાધ્વીજી ભગવંતો અભ્યાસ કરી શકે છે. પણ ગોચરી-પાણી-સંથારો આદિ ક્રિયાઓ ત્યાં ન કરી શકે.
• જૈન પંડિત કે શ્રાવકને જ્ઞાનદ્રવ્ય લઈ આપી શકાતું નથી. અજૈન પંડિતને જ્ઞાનદ્રવ્ય આપી શકાય છે. તેમાં પણ જો તે અજૈન પંડિત જૈન શ્રાવકશ્રાવિકાને ભણાવતો હોય તો તેને જ્ઞાનદ્રવ્ય આપી ન શકાય.
જ્યાં શ્રાવક-શ્રાવિકા કે તેમનાં સંતાનો ભણતા હોય તેવી પાઠશાળાનો ખર્ચ, તે પાઠશાળાના જૈન-જૈનેતર પંડિતનો પગાર, પાઠ્ય પુસ્તકોનો ખર્ચો અને ઈનામ-યાત્રા વગેરેનો ખર્ચો પણ જ્ઞાનદ્રવ્યમાંથી ન કરી શકાય.
શ્રાવક જો જ્ઞાનદ્રવ્યનો ઉપભોગ કરે તો દેવદ્રવ્યના ઉપભોગ જેટલું પાપ લાગે છે; માટે શાસ્ત્રીય મર્યાદા અને ભેદરેખા સમજીને વર્તન કરે. સાધારણ દ્રવ્ય પણ સંઘે આપેલ હોય તો જ શ્રાવકને ખપી શકે.
• પ્રશ્નોત્તર સમુચ્ચય, આચારપ્રદીપ, આચારદિનકર અને શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથો મુજબ શ્રી જિનેશ્વર ભગવાનની અંગપૂજાની જેમ જ શ્રી ગુરુમહારાજની અંગપૂજા અને અગ્રપૂજા સિદ્ધ થાય છે. ગુરુપૂજનનું આ દ્રવ્ય ગુરુથી પણ ઉપરના એવા જિનમંદિર જીર્ણોદ્ધાર અને નવનિર્માણ ક્ષેત્રમાં જ વાપરવું જોઈએ. પ્રભુની અંગપૂજામાં આ દ્રવ્ય ન વાપરવું.
પાંચ મહાવ્રતને ધરનારા સાધુ-સાધ્વીજી ભગવંત સમક્ષ કોઈએ ‘પૂંછણું’ – ‘દ્રવ્ય-ઓવરણા’ કર્યુ હોય તો તે દ્રવ્ય પૌષધશાળા-ઉપાશ્રયના જીર્ણોદ્ધારસમારકામ અથવા નિર્માણમાં વાપરી શકાય. તે દ્રવ્ય શ્રાવકને ન આપી શકાય. ભિખારીને પણ ન આપી શકાય.
- ધર્મસ્થાનમાં વાપરવા માટે બોલેલ દ્રવ્ય જૂદું જ રાખવું. એને શ્રાવકે પોતાના અંગત ખાણી-પીણી આદિના ખર્ચમાં ભેગું ન કરવું. તીર્થયાત્રા માટે ૨કમ કાઢી હોય તો ગાડીભાડું, નિવાસ, ખાણી-પીણીનો ખર્ચો તેમાંથી ન કાઢવો. પણ જિનભક્તિ-સાતક્ષેત્રમાં વાપરી શકાય એ મોટું પાપ છે.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
39