________________
આથી એ સ્પષ્ટ છે કે સ્વપ્નદ્રવ્ય સુવિહિત પરંપરાનુસારી જ્યારે દેવદ્રવ્ય જ છે. તો તેનો સદુપયોગ દેવની ભક્તિ નિમિત્તેના કાર્ય સિવાય અન્ય કોઈપણ સંયોગોમાં થઈ શકે નહિ.
દેવદ્રવ્ય શ્રાવક પોતે વ્યાજે લે કે નહિ ? તેમજ શ્રાવકને દેવદ્રવ્ય વ્યાજે અપાય કે નહિ ? તથા દેવદ્રવ્યની વૃદ્ધિ કે રક્ષા કઈ રીતે કરવી ? તેને અંગે સેનપ્રશ્નમાં ઉલ્લાસ બીજો : ૫ શ્રી જયવિજયજીગણિ કૃત પ્રશ્નોત્તર : પ્રશ્ન બીજાના જવાબમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે,
મુખ્ય વૃત્તિએ દેવદ્રવ્યના વિનાશમાં જ શ્રાવકોને દોષ થાય છે. પણ કાલ પ્રમાણે ઉચિત વ્યાજ આપવાપૂર્વક લેવામાં આવે તો મહાન દોષ નથી, પણ શ્રાવકોને તેનું સર્વથા વર્જન કરેલું છે. તે નિઃશૂકપણું ન થાય, તેને માટે છે. વળી જૈનશાસનમાં સાધુને પણ દેવદ્રવ્યના વિનાશમાં દુર્લભબોધિપણું અને દેવદ્રવ્યના રક્ષણના ઉપદેશની ઉપેક્ષા કરવામાં આવે તો ભવભ્રમણ બતાવેલ છે માટે સુજ્ઞ શ્રાવકોને પણ દેવદ્રવ્યથી વ્યાપાર ન કરવો તે યુક્તિયુક્ત છે. કેમ કે કોઈ વખત પણ પ્રમાદ વગેરેથી તેનો ઉપભોગ ન થવો જોઈએ. પણ સારા સ્થાનમાં મૂકવું, દરરોજ સંભાળ કરવી. મહાનિધાનની પેઠે સાચવી રાખવામાં કોઈપણ દોષ લાગતો નથી, પરંતુ તીર્થકર નામકર્મના બંધનું કારણ થાય છે. જૈનેતરને તો તેવું જ્ઞાન નહિ હોવાથી નિઃશૂકતા વગેરેનો અસંભવ છે. તેથી દાગીના ઉપર વ્યાજે આપવામાં દોષ નથી. તેમ હાલ વ્યવહાર ચાલે છે.” (સેન પ્રશ્નપુસ્તક-પેજ-૧૧૧)
આથી એ સ્પષ્ટ છે કે – દેવદ્રવ્યનો ઉપયોગ શ્રાવકને માટે વ્યાપારાદિ માટે કે વ્યાજે લેવામાં પણ દોષ છે તો પછી દેવદ્રવ્યથી બંધાયેલી ચાલી, મકાનો કે દુકાનોમાં શ્રાવકો કઈ રીતે રહી શકે ? નિઃશૂકતા દોષ લાગતા કે તેના ભક્ષણનો તેમજ અલ્પ ભાડું આપીને અથવા ભાડું વિલંબ આપવામાં તેના વિનાશનો દોષ ખૂબ જ સંભવિત છે. સેનપ્રશ્નમાં સ્પષ્ટ જણાવેલ છે કે, “સાધુને પણ જો દેવદ્રવ્યના રક્ષણનો ઉપદેશ ન કરે, કે તેની ઉપેક્ષા કરે તો ભવભ્રમણ વધે માટે જ પૂ.સાધુમહાત્માઓએ પૂ.પાદ આચાર્યાદિ શ્રમણ ભગવંતોએ સ્વપ્નદ્રવ્ય જે દેવદ્રવ્ય છે, તેનો વિનાશ થતો હોય તો જરૂર તેનો પ્રતિકાર કરવા માટે મક્કમતાપૂર્વક ઉપદેશ આપવો જરૂરી છે.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૧૨૯