________________
પરિશિષ્ટદેવદ્રવ્યની રક્ષા તથા તેનો સદુપયોગ કઈ રીતે કરવો ? દેવદ્રવ્યની રકમ જેન શ્રાવકોને વ્યાજ લઈને આપી શકાય કે નહિ?
ગુરુદ્રવ્ય તથા ગુરુપૂજન વિશે શાસ્ત્રીય ખુલાસા - સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે. તે હકીક્ત આ પુસ્તિકામાં તદ્દન સ્પષ્ટ અને સચોટ રીતે શાસ્ત્રાનુસારી પરંપરા જે સુવિહિત પાપભીરૂ મહાપુરુષો દ્વારા વિહિત કરાયેલ છે - તે દ્વારા સાબિત થયા બાદ હવે પ્રશ્ન એ રીતનો થાય છે કે, દેવદ્રવ્યની વ્યવસ્થા તથા તેની રક્ષા કઈ રીતે કરવી ? તેનો સદુપયોગ કઈ રીતે કરવો ? આને અંગે પૂ. સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવંત શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજે શ્રી “સેનપ્રશ્ન ગ્રંથમાં જે ફરમાવેલ છે; તેના પ્રમાણો દ્વારા અત્રે એ વિષયની સ્પષ્ટતા કરવાની આવશ્યકતા લાગવાથી તેના પ્રમાણો રજૂ થાય છે.
સેનપ્રશ્નઃ ઉલ્લાસ બીજો પં. શ્રી કનકવિજયજી ગણિત પ્રશ્નોત્તર : જેમાં ૩૭મો પ્રશ્ન છે કે, “જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં કામ લાગે કે નહિ ? જો દેવકાર્યમાં ઉપયોગ થતો હોય તો દેવપૂજામાં ઉપયોગ થાય કે પ્રાસાદ વગેરેમાં થાય?’ આ પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે, “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય, અને જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં તથા દેવકાર્યમાં વપરાય, સાધારણ દ્રવ્ય સાતે ક્ષેત્રમાં કામ આવે એમ જેન સિદ્ધાંત છે.” (સેન પ્રશ્ન-પુસ્તક-પેજ ૮૭-૮૮) ૧૨૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?