________________
દેવદ્રવ્યની રક્ષા ક૨વામાં તો તીર્થંકર નામકર્મનાં બંધનું કારણ બને છે. એટલે દેવદ્રવ્ય જ્યાં સાધારણમાં લઈ જવાતું હોય, ત્યાં શ્રી ચતુર્વિધ સંઘે શ્રી જિનાજ્ઞારસિક શ્રીસંઘે તે માટે શક્ય બધી રીતે તેનો પ્રતિકાર કરવો તે ધર્મ છે. ફરજ છે. તે શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાની આરાધના છે, તે પૂ.આ.મ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજશ્રીના ફરમાવેલ ઉપરોક્ત વિધાનથી સ્પષ્ટ થાય છે.
‘શ્રાવક પોતાના ઘર મંદિરમાં પ્રભુજીની ભક્તિ માટે પ્રભુજીના આભૂષણો કરાવે અને કાલાંતરે ગૃહસ્થ કારણસર તે પોતાના કોઈ પ્રસંગે તે વાપરી શકે કે નહિ ?’ એમ સેનપ્રશ્નમાં પં.શ્રી વિનયકુશલગણિના પ્રશ્નનો ઉત્તર આપતા પૂ.આ.મ.શ્રીએ ફરમાવેલ છે કે,
‘જો દેવને માટે જ કરાવેલ આભૂષણો હોય તો વાપરી શકાય નહિ.’ (સેનપ્રશ્ન-૩૯, ઉલ્લાસ-૩, પેજ-૨૦૨)
આ હકીક્ત એ સ્પષ્ટ કરે છે કે, દેવના માટે કરાવેલ દેવની ભક્તિ માટે કરાવેલ આભૂષણો ઘર મંદિરમાં દેવને સમર્પિત કરવાના ઉદ્દેશથી કરાવેલ હોય તો શ્રાવકને ન કલ્પે, તો સ્વપ્નની ઉપજ પ્રભુભક્તિ નિમિત્તે જ્યારે પ્રભુના ચ્યવન કલ્યાણક પ્રસંગને અનુલક્ષીને બોલાય તે દેવદ્રવ્ય જ ગણાય, જેથી તેનો ઉપયોગ સાધારણ ખાતામાં કદિ યે ન થઈ શકે, તે હકીક્ત ખાસ ધ્યાનમાં રાખી લેવા જેવી છે.
સેનપ્રશ્નમાં ત્રીજા ઉલ્લાસમાં પં. શ્રી શ્રુતસાગરજીગણિ કૃત પ્રશ્નોત્તરમાં પ્રશ્ન છે કે, ‘દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવકોએ તે દ્રવ્ય વ્યાજે ૨ખાય કે નહિ ? અને રાખનારાઓને તે દૂષણરૂપ થાય કે ભૂષણરૂપ ?’ ‘આ પ્રશ્નનો ઉત્તર પૂ.આ.મ.શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ સ્પષ્ટરૂપે ફરમાવે છે કે,
શ્રાવકોએ દેવદ્રવ્ય વ્યાજે રાખવું યોગ્ય નથી. કેમ કે નિઃશૂકપણું થઈ જાય માટે પોતાના વ્યાપાર વગેરેમાં વ્યાજે રાખી વાપરવું નહિ. ‘જો અલ્પ પણ દેવદ્રવ્યનો ભોગ થઈ જાય તો સંકાશ શ્રાવકની જેમ અત્યંત દુષ્ટ વિપાક આવે છે.’ એમ ગ્રંથમાં જોવામાં આવે છે. (સેનપ્રશ્ન-૨૧, ઉલ્લાસ-૩, પેજ-૨૭૩)
આથી ફરી ફરી એ હકીક્ત સ્પષ્ટ થાય છે કે, દેવદ્રવ્યની એક પાઈ પણ ૧૩૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?