________________
પાપભીરૂ સુજ્ઞ શ્રાવકે પોતાની પાસે વ્યાજે પણ નહિ રાખવી. તો જેઓ બોલી બોલીને-દેવદ્રવ્યની ૨કમ પોતાની પાસે વર્ષોના વર્ષો સુધી વગર વ્યાજે કેવલ ઉપેક્ષાભાવે ભરપાઈ કરતા નથી તે બિચારા આત્માઓની કઈ દશા થાય છે ? તેમજ બોલી બોલેલી રકમ પોતાની પાસે વ્યાજે તે પણ મનમાની રીતે વ્યાજ નક્કી કરીને રાખી મૂકે, તે આત્માઓને માટે તે કૃત્ય ખરેખર સેનપ્રશ્નકાર પૂજ્યપાદશ્રી ફરમાવે છે તેમ દુષ્ટ વિપાક આપનાર બને તે નિઃશંક છે.
દેવદ્રવ્યના મકાનમાં ભાડું આપીને રહેવાય કે નહિ ? તેને અંગે પં. હર્ષચંદ્રગણિવર કૃત પ્રશ્ન આ મુજબ છે : “કોઈપણ માણસે પોતાનું ઘર પણ જિનાલયને અર્પણ કરેલ હોય તેમાં કોઈપણ શ્રાવક ભાડું આપીને રહી શકે કે નહિ ? આ પ્રશ્નના જવાબમાં પૂ.આ.મ.શ્રી ફ૨માવે છે કે, ‘જો કે ભાડું આપીને તે ઘરમાં રહેવામાં દોષ લાગતો નથી, તો પણ તેવા પ્રકારના કારણ વિના ભાડું આપીને પણ તેમાં રહેવું વ્યાજબી ભાસતું નથી. કેમ કે દેવદ્રવ્યના ભોગ વગેરેમાં નિઃશુકતાનો પ્રસંગ થઈ જાય.’ (સેન પ્રશ્ન-ઉલ્લાસ-૩, પેજ-૨૮૮)
પૂ.આ.મ.શ્રીએ કેટલી બધી સ્પષ્ટતાથી અત્રે આ હકીક્ત ફ૨માવી છે. આજે આ પરિસ્થિતિ ઠેર-ઠેર જોવા મલે છે. દેવદ્રવ્યથી બંધાવેલા મકાનોમાં શ્રાવકો રહીને સમયસર ભાડા આપવામાં આનાકાની કરે, વ્યાજબી રીતે પણ ભાડાં વધારવામાં ગલ્લાતલ્લાં કરે, ને છેવટે દેવદ્રવ્યની મિલ્કતને નુકશાન પહોંચે તે પરત્વેનો પણ તેમને કશો જ રંજ કે ખેદ ન મલે : દેવદ્રવ્યની રક્ષા કરવી તો દૂર રહી, પણ તેના ભક્ષણ સુધીની નિઃશૂકતા આવી જાય તે ઘણી જગ્યાએ જોવા-જાણવા મલે છે. તે દૃષ્ટિએ પૂ.આ.મ.શ્રીએ જે સ્પષ્ટતા કરીને જણાવી દીધું કે, ‘વ્યાજબી ભાસતું નથી' તે ખરેખર ખૂબ જ સમુચિત છે.
દેવદ્રવ્યને અંગે ઉપયોગી કેટલીક બાબતો વારંવાર અત્રે એટલા જ માટે જણાવવી પડે છે કે, સુજ્ઞ વાચકવર્ગના ધ્યાનમાં આ હકીક્ત તદ્દન સ્પષ્ટતાથી ને સચોટપણે આવી શકે, કે દેવદ્રવ્યની રક્ષા માટે તેમજ તેના ભક્ષણનો દોષ ન લાગી જાય તે માટે ‘સેનપ્રશ્ન’ જેવા ગ્રંથમાં કેટ-કેટલો ભાર મૂકેલ છે.
હાલ કેટલાક સ્થળે ગુરુપૂજનનું દ્રવ્ય વૈયાવચ્ચમાં લઈ જવાની પ્રવૃત્તિ વધતી જાય છે. પણ ખરી રીતે ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય છે. એ હકીક્તની સ્પષ્ટતા કરવી અત્રે પ્રાસંગિક માનીને તેને અંગે પૂ.પાદ જગદ્ગુરુ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૩૧