________________
શ્રી સાતક્ષેત્ર પરિચય
૧-જિનપ્રતિમા ક્ષેત્રઃ ૨-જિનમંદિર ક્ષેત્ર:
“જિન પ્રતિમા જિન સારીખી” આ પંક્તિ સ્વયં કહે છે કે સાક્ષાત્ તીર્થંકરની ગેરહાજરીમાં જિનપ્રતિમા જિનેશ્વર સમાન છે.
શાસનના સાતક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પહેલું ક્ષેત્ર ‘જિનપ્રતિમા’ ક્ષેત્ર છે. સાક્ષાત્ તીર્થકરને પામીને પોતાનું કલ્યાણ કરનારા આત્માઓ કરતાં | જિનપ્રતિમાનું આલંબન લઈને આત્મકલ્યાણ કરનારા આત્માઓ અનેકગણાં વધારે હોય છે સાક્ષાત્ સદેહી તીર્થકર તો એક સમયમાં એક સ્થાન ઉપર જ ઉપકાર કરી શકે છે. જ્યારે બીજા બધા સ્થાનોમાં તે સમયે પણ તીર્થંકરની પ્રતિમા ઉપકાર કરી શકે છે. સદેહે તીર્થકર મધ્યલોકમાં પણ માત્ર અઢીદ્વીપના સુનિશ્ચિત ક્ષેત્રમાં જ હોય છે. જ્યારે પ્રભુની પ્રતિમા ત્રણે લોકમાં હંમેશા હોય છે. સાક્ષાત્ તીર્થકર શાશ્વત હોતાં નથી, જિનપ્રતિમાઓ શાશ્વત પણ હોય છે. સમવસરણમાં ચાર દિશાના ચાર પ્રભુજી પૈકી માત્ર એક જ પૂર્વ દિશામાં સાક્ષાત્ પ્રભુજી હોય છે તો અન્ય ત્રણે દિશાઓમાં તો પ્રભુજીની પ્રતિમાં જ બિરાજમાન થઈ એ તરફના ભવ્ય દેવો, મનુષ્યો આદિને ઉપકારક બનતી હોય છે. જે
જેમ સદેહી જિનેશ્વરની ભક્તિ યાવત્ તીર્થંકર પદના ફળને આપે છે, તેમ જિનપ્રતિમાની ભક્તિ પણ આત્માને તીર્થકર પદ સુધી પહોંચાડે છે. આવા અનેક દૃષ્ટિકોણથી જૈન શાસનમાં જિન-પ્રતિમાનું મહત્વ પ્રસ્થાપિત થયેલ
(13)