SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કારમા અજ્ઞાનને કારણે આવી ઘણી બધી પ્રવૃત્તિ ચાલતી હોય છે, જે ચલાવવી કોઈના પણ હિતમાં નથી. અજ્ઞાનાદિને કારણે પણ આવું થઈ જ ગયું હોય, ત્યારે તે ઝોળીમાં આવેલી રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરી જિનમંદિરના જિર્ણોદ્ધારાદિમાં જ વાપરવી હિતાવહ છે. ભગવાન ભિક્ષા માટે ઝોળી રાખતા નથી અને ભિક્ષામાં રૂપિયા-પૈસા લેતા નથી, એવો તમારો ખ્યાલ યોગ્ય જ છે. પ્રશ્ન-૫૯ - ધર્મનાં કે અન્ય ફાટી ગયેલાં પુસ્તકો ક્યાં, કેવી રીતે પરઠવવાં ? ઉત્તર-૫૯ - ધર્મનાં પુસ્તકો જ્યારે વાપરવા યોગ્ય ન રહે ત્યારે તેને ન છૂટકે પરઠવવાં પડે છે. ત્યારે તે પુસ્તકો નાના નાના કટકા કરી ફાડી દેવાં, ફાડતી વખતે કોઈ પણ વ્યક્તિ પશુ-પક્ષીનાં ચિત્રો ન ફાટે, તેની કાળજી રાખવી. ત્યાર બાદ તેને કોઈ નિર્જન સ્થળે, ટેકરાઓની કોતરોમાં, સૂકા કૂવામાં કે એવા શુષ્ક સ્થાનમાં યતનાપૂર્વક પરઠવી દેવાં. પરઠવતી વખતે “અણુજાણહ જસુગ્રહો અને પરઠવ્યા બાદ વોસિરે વોસિરે વોસિરે' એમ બોલવું જોઈએ. વિશેષમાં પાણીમાં-નદીમાં-તળાવમાં-સમુદ્રમાં કે કોઈ પણ ભીનાશવાળી જગ્યામાં પરઠવવું નહિ. કારણ કે, તેમ કરવાથી કાગળમાં રહેલ કુંથુઆ વગેરે સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે. તેમજ લોકોની અવરજવરવાળી જગ્યામાં પરઠવવું નહિ. જેથી ફરી તે કાગળોનો ઉપયોગ બાળવા વગેરે કોઈ પણ કાર્યમાં ન થાય. જો આ રીતે પરઠવવામાં ન આવે, તો કાગળો પડવા પડ્યા સડે, તેમાં કુંથુઆ, ઉધઈ વગેરે જીવાતો થાય તેની વિરાધના થાય. એ ન થાય માટે વિધિપૂર્વક યાતનાનો ઉપયોગ રાખવો જોઈએ. પ્રશ્ન-૬૦ - દેરાસરમાં ભગવાનના કપાળે સોનાની-ચાંદીની પટ્ટી લગાડવામાં આવે છે, તે પટ્ટી રાળમાં ઘી નાંખી તેને મસળીને ચોટાડવામાં આવે છે. પરંતુ તે પટ્ટી ઉનાળાની ગરમીના દિવસોમાં નીકળી જાય છે. તેમજ પ્રક્ષાલ વખતે પણ નીકળી જાય છે. તો તે રાળના બદલે સ્ટીક ફાસ્ટ જેવી પેસ્ટથી ચોંટાડવામાં આવે તો સારી રીતે ચોંટે છે, ઉખડતી નથી. અમારા દેરાસરમાં ભગવાનને આવી પટ્ટી ચાર માસથી સ્ટીક ફાસ્ટથી ચોટાડેલ છે, જે આજ સુધી ફીટ રહેલ છે. તો ચોંટાડવામાં બાધ ખરો ? ૮૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy