________________
દઈને, પૂજાદિ કરવાની પણ શાસ્ત્ર મનાઈ કરી છે અને કહ્યું છે કે “પહેલાં દેવપૂજાદિ ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી જ કરવાં અને તે પછી બીજાએ જે દ્રવ્ય આપ્યું હોય, તેનો સર્વની સાક્ષીએ, એટલે કે “આ અમુકના દ્રવ્યથી કરું છું' - - એમ કહીને ધર્મકૃત્યો કરવાં.
સામુદાયિક ધર્મકાર્ય કરવાનું હોય, તેમાં જેનો જેટલો ભાગ હોય, તે સર્વ સમક્ષ જાહેર ન કરે, તો પણ પુણ્યનો નાશ થાય અને ચોરી આદિનો દોષ લાગે, એમ શાસ્ત્ર કહ્યું છે. જો શાસ્ત્રોમાં કહેવાયેલી આ બધી વાતો વિચારવામાં આવે, તો સૌને આ બધી વાતો બરાબર સમજાવી શકાય અને એથી જિનભક્ત એવા સર્વ શ્રાવકોને લાગે કે, આપણે આપણી શક્તિ મુજબ પણ આપણા ગાંઠના દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ.
૧૪૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો?