________________
જિનમંદિરની કે સંઘની નાનામાં નાની, સાધારણમાં સાધારણ કિંમતની ચીજને પણ સારામાં સારી રીતે સૌ કોઈએ સાચવવી જોઈએ.
આજે મારે મારા દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ' – એ વાત વિસરાતી જાય છે અને એથી જે સ્થળે જેનોનાં સંખ્યાબંધ ઘરો હોય, તેમાં પણ સુખી સ્થિતિવાળાં ઘરો હોય, ત્યાં પણ કેસર-સુખડ આદિના ખર્ચ માટે બૂમો પડવા લાગી છે. આના ઉપાય તરીકે દેવદ્રવ્યથી જિનપૂજન કરવાનું કહેવાને બદલે, સામગ્રી સંપન્ન જેનોને પોતપોતાની સામગ્રીથી શક્તિ મુજબ પૂજા કરવાનો ઉપદેશ આપવો જોઈએ.
દેવદ્રવ્યના રક્ષણ માટે પણ આ દેવદ્રવ્યમાંથી શ્રાવકોને પૂજા કરવાની સગવડ કરી દેવાનો ઉપાય વાજબી નથી. દેવદ્રવ્યનો દુરુપયોગ થતો અટકાવવો હોય અને સદુપયોગ કરી લેવો હોય, તો આજે જીર્ણ મંદિરો ઓછાં નથી. બધાં જીર્ણ મંદિરોનો ઉદ્ધાર કરવાનો નિર્ણય કરો, તો તેને પહોંચી વળે, એટલું દેવદ્રવ્ય પણ નથી. પરંતુ દેવદ્રવ્યમાંથી શ્રાવકો માટે પૂજા કરવાની વ્યવસ્થા કરવી અને શ્રાવકોને દેવદ્રવ્યથી આવેલી સામગ્રી દ્વારા પૂજા કરતા બનાવી દીધા, એ તો તેમને તારવાનો નહિ પણ ડુબાવી દેવાનો ધંધો છે. પૂજા ગાંઠના-પોતાના દ્રવ્યથી જ કરવી જોઈએ:
જિનપૂજા કાયિક, વાચિક અને માનસિક – એમ ત્રણ પ્રકારે પણ કહી છે. જિનપૂજા માટે જરૂરી સામગ્રી પોતે એકઠી કરવી તે કાયિક, દેશાંતરાદિથી તે સામગ્રી મંગાવવી તે વાચિક અને નંદનવનનાં પુષ્પો આદિ જે સામગ્રી મેળવી શકાય તેમ નથી, તેની કલ્પના કરવા દ્વારા તેનાથી પૂજા કરવી તે માનસિક ! પારકી સામગ્રીથી પૂજા કરનારાઓ આ ત્રણમાંથી કયા પ્રકારની પૂજા કરી શકવાના હતા ?
શાસ્ત્રોએ તો ગૃહમંદિરમાં ઉત્પન્ન થયેલા દેવદ્રવ્યથી ગૃહમંદિરમાં પૂજા કરવાની પણ મનાઈ કરી છે. ગૃહમંદિરમાં ઊપજેલ દેવદ્રવ્ય દ્વારા સંઘના જિનમંદિરમાં પૂજા કરવામાં પણ દોષ કહ્યો છે અને ગાંઠના દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ, એવું વિધાન કર્યું છે. તીર્થયાત્રાએ જતાં કોઈએ ધર્મકૃત્યમાં વાપરવા માટે કાંઈ દ્રવ્ય આપ્યું હોય, તો તે દ્રવ્યને પોતાના દ્રવ્યની સાથે ભેળવી
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૪૩
.