________________
ઉદાહરણ :
- સંઘપતિ, દાનવીર, તપસ્વી શ્રાવક, બ્રહ્મચારી, દીક્ષાર્થી, મુમુક્ષુ ભાઈબહેનોને તિલક-હાર-શ્રીફળ, શાલ, ચૂંદડી-સન્માન પત્ર વગેરે અર્પણ કરવાના ચડાવાનું દ્રવ્ય.
- દીક્ષા વિધિપૂર્વે દીક્ષાર્થીને અંતિમ વિદાય તિલકનો અથવા અંતિમ પ્રયાણ તિલક કરવાના ચડાવાની આવક,
- અંજનશલાકા-પ્રતિષ્ઠા વગેરે ધાર્મિક પ્રસંગે કરવાના ચડાવાઓના સમયે સંઘને પધરાવવા માટે જાજમ પાથરવાના ચડાવાની આવક. - શ્રીસંઘના મુનિમજી કે મહેતાજી બનવાની બોલી.
આ સિવાય શાસ્ત્રથી અબાધિત ઉપાયો દ્વારા પ્રાપ્ત થતું દ્રવ્ય તે સાધારણ ખાતાનું દ્રવ્ય કહેવાય છે. ઉપયોગ :
- જિનમંદિર, ઉપાશ્રય, સંઘ-તીર્થની પેઢી સંબંધી દરેક કાર્યોમાં ઉપયોગ કરી શકાય છે. સાત ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આવશ્યકતા મુજબ ખર્ચ કરી શકાય છે.
- આ દ્રવ્યનો ઉપયોગ ટ્રસ્ટી, વ્યવસ્થાપક કે અન્ય કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યમાં કરી શકતો નથી.
- આપત્તિમાં રહેલા શ્રાવક-શ્રાવિકાના ઉદ્ધાર માટે ધર્મમાં સ્થિર કરવાના લક્ષથી આ દ્રવ્ય શ્રીસંઘ આપી શકે છે. - સાધારણ ખાતાનું આ દ્રવ્ય ધાર્મિક (Religius) પવિત્ર દ્રવ્ય છે. સામાન્ય લોકોને ઉપયોગી, વ્યવહારિક, સાંસારિક કે જૈનેતર ધાર્મિક કાર્યમાં આપી શકાય નહિ. આ ખાતાનું દ્રવ્ય ધર્માદા (ચેરિટી) ઉપયોગમાં, વ્યવહારિક (સ્કૂલ-કોલેજ) શિક્ષણમાં તથા અન્ય કોઈપણ સાંસારિક કાર્યમાં વાપરી શકાય નહિ.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૫