________________
પરિશિષ્ટ-૭ સુપનની ઘીની બોલીમાં સચ્ચાર્જ (વૃદ્ધિદર) ઉમેરીને તે વધારો સાધારણમાં લઈ જવાય કે કેમ ? તે સંબંધી પૂ. પાદ સુવિહિતા આચાર્ય મહારાજાઓનો શાસ્ત્રાનુસારી મહત્ત્વનો નિર્ણય
પૂ. પાદ સુવિહિત આચાર્યાદિ મુનિભગવંતોનું
શાસ્ત્રાનુસારી સચોટ માર્ગદર્શન નોંધઃ અત્રે એક મહત્ત્વનો અને સમસ્ત ભારતભરના શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને હંમેશને માટે શાસ્ત્રાનુસારી માર્ગદર્શન પ્રાપ્ત થાય તે એક શુભ ઉદ્દેશથી નીચેનો પત્ર વ્યવહાર પ્રસિદ્ધ થઈ રહેલ છે.
તેનો ઈતિહાસ આ મુજબ છે. વિ.સં. ૧૯૯૪ની સાલમાં શાંતકુઝ ખાતે પૂ.પાદ સિદ્ધાંત મહોદધિ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય-પ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાથી પૂ. મુનિવરો શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે શ્રીસંઘની વિનંતીથી પધાર્યા હતા. તે સમયે સંઘના કેટલાક ભાઈઓની ભાવના સાધારણ ખાતાના ખર્ચને પહોંચી વળવા સુપનની બોલીમાંના ઘીના ભાવ વધારીને તે ભાવ વધારો સાધારણમાં લઈ જવાની થઈ. તે વાત સંઘમાં જ્યારે ઠરાવરૂપે મૂકાઈ ત્યારે તે ચાતુર્માસમાં શ્રી પર્યુષણાપર્વની આરાધના કરાવવા શ્રીસંઘની વિનંતીથી પધારેલા પૂ. મુનિ મહારાજાઓએ તેનો સારી રીતે વિરોધ કરતાં જણાવ્યું કે, “આ વસ્તુ વ્યાજબી થતી નથી. શાસ્ત્રાનુસારી તથા વ્યવહારૂ
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૯૯