________________
जेमन-निष्क्रय-द्रव्यस्य देवगृहे मोक्तुमुचितम् न वा इति ? मुख्यवृत्त्या तद् गृहे भोक्तुं नैव कल्पते ।
દેવદ્રવ્યનું ભક્ષણ કરવાવાળાને ઘરે જમવું કલ્પે છે કે નહિ ? અને કદાચ જમવા ગયા તો તે જમણને વેચવાથી જેટલું દ્રવ્ય આવે તેટલું દ્રવ્ય દેવમંદિરમાં (દેવદ્રવ્યમાં) જમા કરાવવું ઉચિત છે કે નહિ ?
મુખ્યપણે દેવદ્રવ્યનું ભક્ષણ કરનારના ઘરે ‘જમવું' એ યોગ્ય જ નથી. चेइअ दव्वं गिणिहंतु भुंजए जइ देइ साहुण ।
सो आणा अणवत्थं पावई लिंतो विदितोवि ।।
વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે - જે દેવદ્રવ્યને ગ્રહણ કરીને ભક્ષણ કરે છે અને સાધુને આપે છે તે આજ્ઞાભંગ, અનવસ્થા દોષથી દૂષિત થાય છે. આપનાર અને લેનાર બંને પાપથી લેપાય છે.
अत्र इदम् हार्दम्-धर्मशास्त्रानुसारेण लोकव्यवहारानुसारेणापि यावद् देवादि ऋणम् सपरिवार-श्राद्धादेर्मूर्ध्नि अवतिष्ठते तावद् श्राद्धादि - सत्कः सर्वधनादि . परिग्रहः देवादि-सत्कतया सुविहितैः व्यवह्रियते संसृष्टत्वात् ।
અહીં પ૨માર્થ એ છે કે ધર્મશાસ્ત્ર કે લોક વ્યવહારથી પણ જ્યાં સુધી દેવાદિનું દેવુ જે શ્રાવકાદિના પરિવાર ઉપર હોય છે ત્યાં સુધી તે શ્રાદ્ધાદિનું બધું જ ધનપરિગ્રહ-સંપત્તિ દેવદ્રવ્યાદિથી મિશ્રિત જ કહેવાય છે. તેથી તેના ઘરમાં ભોજન કરવાથી ઉપર જણાવેલા દોષ લાગે છે.
मूल्लं विना जिणाणं उवगरणं, चमर छत्तं कलशाइ । નો વાપરેફ મૂઢો, નિગળો, સો વર્ફે યુત્તિઓ ।।
જે જિનેશ્વર ભગવાનના ઉપકરણ, ચામર, છત્ર, કળશ વગેરેને ભાડુ (નકરો) આપ્યા વિના પોતાના કામમાં લે છે તે મૂઢ જીવ દુ:ખી થાય છે.
देवद्रव्येण यत्सौख्यं, परदारतः यत्सौख्यम् ।
अनन्तानन्तदुःखाय, तत् सुखं जायते ध्रुवम् ।।
દેવદ્રવ્યના ભક્ષણથી જે સુખ અને પરસ્ત્રીના ભોગથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખ અનંતાનંત દુઃખ આપનારું થાય છે.
૯૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?