________________
આ ફળ-નૈવેદ્ય વગેરે અજેન વ્યક્તિઓને મૂલ્યથી વેચીને એ દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે જમા કરવું જોઈએ. પ્રશ્ન-૫ - અમે રોજ અષ્ટપ્રકારી પૂજા કરીએ છીએ, અષ્ટપ્રકારી પૂજા માટેની બધી જ સામગ્રી અમે અમારી લઈ જઈએ છીએ. ફક્ત કેસર ઘસવા અને પ્રક્ષાલ માટે પાણી તથા ઓરસીયો દેરાસરનો વાપરીએ છીએ અને આ બે વસ્તુ વાપરીએ છીએ, તેનો નકરો દેરાસરમાં આપીએ છીએ, તો અમને દોષ લાગે કે ન લાગે ? ઉત્તર-૫ - તમે પૂરેપૂરો નકરો ભરતા હો, તો દેરાસરની વસ્તુ વાપરવાનો દોષ ન લાગે. પ્રશ્ન-૬ - વિનાશાદિ ખાસ કારણ વિના પણ જ્ઞાનપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યની પેટીમાં નાખી શકાય ? જ્ઞાનપૂજન અને ગુરુ પૂજન આ બંનેના દ્રવ્ય માટે એક જ પેટી રાખી શકાય ? દ્રવ્ય જે ખાતાનું હોય તે જ ખાતે જમા થવું જોઈએ કે નહિ, એમ ન કરવામાં આવે તો વહીવટકર્તાને દોષ લાગે કે નહિ ? ઉત્તર-– જ્ઞાન ઉપર પુસ્તક ઉપર પૂજાથે ચડાવેલું દ્રવ્ય જ્ઞાનખાતે જાય અને ગુરુભગવંતોની નવાંગી/એકાંગી પૂજાનું દ્રવ્ય ગુરુપૂજન-દેવદ્રવ્યમાં જાય છે. આ શાસ્ત્રીય મર્યાદા છે. જે ખાતાનું દ્રવ્ય હોય તે ખાતામાં જ જવું જોઈએ, આ માર્ગ છે. માટે બંને ખાતાની જુદી જુદી કાયમી પેટી હોવી જોઈએ. એમાંય ગુરુપૂજનની પેટી ઉપર દેવદ્રવ્ય' એમ પણ ચોખેચોખ્ખું લખી દેવું જોઈએ. વહીવટદારોએ કાળજી રાખી જે દ્રવ્ય જે ખાતાનું હોય તે જ ખાતામાં લઈ જવું જોઈએ. કોઈક વાર ગુરુપૂજન કરતી વખતે સાથોસાથ જ જ્ઞાનપૂજન કરવામાં આવતું હોય છે અને ભૂલથી બંને દ્રવ્ય ભેગું થઈ જતું હોય છે, તે વખતે ‘ઉપરના ખાતાનું દ્રવ્ય ભૂલચૂકથી પણ નીચેના ખાતામાં ચાલ્યું ન જાય” – એ શાસ્ત્રીય મર્યાદાને જાળવવા માટે તે ભેગું દ્રવ્ય ગુરુપૂજન-દેવદ્રવ્યની પેટીમાં નાંખવાનું કહેવાતું હોય તો તેમાં અજુગતું કશું નથી. કોઈને દોષ લાગતો નથી. ઉપરથી દોષથી બચાવવાનું કાર્ય થાય છે. આમ છતાં કારણ વિના જ્ઞાનદ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવું યોગ્ય નથી, તેમ કરવાથી જ્ઞાનખાતું-જ્ઞાનનું કાર્ય સદાયતેનો વહીવટદાર વગેરેને દોષ જરૂર લાગે છે.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? પપ