________________
સાII, થપ્પો - આજ્ઞામાં ધર્મ
૨૧000 વર્ષ સુધી ચાલનારા આ જૈનશાસનમાં થનારા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સંઘના સ્કંધો ઉપર ભગવાન શ્રી મહાવીરદેવે આ શાસનની ધુરા મૂકી છે. ભગવાને સંઘને કહ્યું છે કે, “જગતનું હિત કરવા માટે મેં આ શાસનની સ્થાપના કરી છે. તમારે પણ તે જ આશયથી આ શાસનને ચલાવવાનું છે.” પરમાત્માના નિર્વાણ પછી આ શાસન પરમાત્માએ બતાવેલા શાસ્ત્રોના આધારે શ્રમણ શ્રેષ્ઠોની પરંપરાથી જ ચાલતું હોય છે. જ્યાં સુધી પરમાત્માના શાસ્ત્રોને સમર્પિત શ્રમણ સંઘ વિદ્યમાન છે ત્યાં સુધી આ શાસન પણ જયવંતુ રહેવાનું છે. તેથી જ આ શાસનમાં શ્રમણો મુખ્ય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે,
“સમUMદાનો સંયો ” આ સંઘ શ્રમણોની પ્રધાનતાવાળો છે. તે શ્રમણ ભગવંતોમાં પણ આચાર્ય ભગવંતો મુખ્ય છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે,
સારિયો સંયો ' સંઘ એ આચાર્ય ભગવંતથી યુક્ત હોય. શ્રીસંઘમાં પ્રધાન એવા આચાર્ય ભગવંતો પણ જિનાજ્ઞા અને જિનાજ્ઞાને બતાવનારા ધર્મશાસ્ત્રો સાથે બંધાયેલા હોય છે કહ્યું છે કે, ‘ઘમ્મો માળા પડિવો ’ અને ‘ગામ વહૂ સાદૂ I',
ધર્મશાસ્ત્રોમાં બતાવેલી જિનાજ્ઞાને અનુસરીને જ આચાર્ય ભગવંતો અને શ્રમણ ભગવંતો સ્વયં પ્રવૃત્તિ કરતા હોય છે. શ્રાવક અને શ્રાવિકા સંઘને પણ જિનાજ્ઞાનુસાર ધર્મારાધના કરાવતા હોય છે. આ મર્યાદા આપણે સૌએ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે.