________________
કરાતી હોય, ત્યારે ન છૂટકે, છેલ્લા ઉપાય તરીકે ન્યાયપીઠમાં ધા નાંખ્યા વિના કોઈ ઈલાજ હોતો નથી. દિગંબરોએ શ્વેતાંબર તીર્થોના કબજા-પૂજા અંગે અધિકારો મેળવવા કનડગત શરૂ કરી, ત્યારે શ્વેતાંબર સંઘે એમની સામે ન્યાય મેળવવા છેવટે કોર્ટનો જ આશ્રય લેવો પડ્યો અને આજે પણ લેવો જ પડે છે. પૂર્વમાં જૈનાચાર્યોએ પણ અસત્યનો પ્રતિકાર કરવા રાજ્યાશ્રયે ચાલતી કોર્ટોમાં ધા નાંખ્યાના અઢળક પ્રસંગો ઈતિહાસમાં નોંધાયા છે.
આઠ પ્રભાવક જૈનાચાર્યોમાં એક ‘વાદી' નામના પ્રભાવક પણ આવે છે. સત્ય-સિદ્ધાંત રક્ષાના પ્રસંગે આવા વાદીઓ રાજાની કોર્ટોમાં જઈ અસત્યવાદીઓને પરાસ્ત કરી જૈનશાસનનો વિજયધ્વજ લહેરાવતા હતા. વીતરાગ જેવા ખુદ વીતરાગ પરમાત્માની પાસે પણ આવા શ્રેષ્ઠ વાદીઓની પર્ષદા રહેતી. આ બધું આટલું સ્પષ્ટ હોવા છતાં કોર્ટના નામે સંઘના અબુધ આરાધકોને ભડકાવવાની કોશિષ કરવી એ જરાય ઉચિત નથી. પ્રશ્ન-૪૪ - હમણાં હમણાં કેટલેક સ્થળે ‘વરખ માંસાહાર છે' એવા ફોટા સહિતનાં ચતુરંગી ચોપાનીયાં છૂટથી વહેચાઈ રહ્યા છે. એમાં પૂરાવાઓ સાથે જણાવ્યું છે કે “વરખ માંસાહાર વસ્તુ છે” તો શું આ વાત સત્ય છે ? શું વરખ વાપરવાથી – ખાવાથી માંસાહારનું પાપ લાગે છે ? શું ભગવાનની આંગીમાં વરખનો વપરાશ કરાય ? ઉત્તર-૪૪ - “વરખ માંસાહાર છે' એવો પ્રચાર તદ્દન પોકળ અને ગેરવાજબી છે. અમદાવાદ અને મુંબઈમાં પણ વર્ષોથી વરખ બને છે. જેના ગ્રાહક મોટાભાગે જૈનો જ છે. ઘણા જૈન આગેવાનો જથ્થાબંધ વરખ ખરીદે છે. એ માટે સતત એ બનાવનારના સંપર્કમાં છે. એની પેઢીઓમાં અવારનવાર આવતા-જતા હોય છે. અમદાવાદમાં તો વરખનું કામકાજ રોડ ઉપરથી દેખાય છે. “આ બધા જૈનોની આંખમાં ધૂળ નાંખીને વરખ બનાવવા માંસ-આંતરડાં આદિનો ઉપયોગ થાય છે” એમ માનવું વધુ પડતું છે. કોઈ સ્થળે કદાચ એ રીતે પણ બનતું હશે, તો પણ બધે એવું થાય એમ કહેવું યોગ્ય નથી. થોડાં વર્ષો પૂર્વે પણ આવો જ પ્રચાર ધૂમથી થયો હતો, ત્યારે અમદાવાદ સ્થિત પ્રખ્યાત અનેક જૈનાચાર્યોએ એકી અવાજે “વરખ માંસાહાર' હોવાની વાતને નકારી કાઢી હતી. પ્રતિષ્ઠા-પ્રસંગે ધાતુના
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૭૭ .