________________
ખાતામાં ખોટ રહે છે માટે સ્વપ્નાનું ઘી વધારી તેનો અમુક ભાગ સાધારણ ખાતે લઈ જવો તે અવસરે અમને આ હકીક્તની ખબર પડી ત્યારે શ્રી સંઘના નામની) વિદ્યમાન પૂ. આચાર્યદેવોની સેવામાં આ વિષે અભિપ્રાય સલાહ માંગવા પત્ર વ્યવહાર શ્રીસંઘને કરવા અને સૂચના કરેલી. એ પત્ર વ્યવહારમાં જે જવાબો આપેલા તે બધા મારી પાસે હતા. જે “કલ્યાણના દશમાં વર્ષમાં પ્રસિદ્ધ કરવા મોકલેલા તે તમે જોઈ શકશો. તેથી પણ સિદ્ધ થાય છે કે સ્વપ્નાની ઉપજ પારણાંની ઉપજ દેવદ્રવ્ય જ ગણાય અને ઉપદેશ સપ્તતિકામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, દેવનિમિત્તનું દ્રવ્ય દેવસ્થાન સિવાય અન્ય સ્થાને વપરાય નહિ.
માળાનું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય છે. માળારોપણ અંગે ધર્મસંગ્રહમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, એંટ્રી અથવા માલો પ્રત્યેક વર્ષે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ગ્રહણ કરવી. શ્રાદ્ધવિધિમાં પાઠ છે. માલાપરિબાપનાદિ જ્યારે જેટલી બોલીથી કર્યું તે સર્વ ત્યારે દેવદ્રવ્ય થાય છે તે રીતે શ્રાદ્ધવિધિના છેલ્લા પર્વમાં સ્પષ્ટ પ્રમાણ છે કે શ્રાવકોએ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે માળોદ્ઘાટન કરવું તેમાં ઇંદ્રમાળા અથવા અન્યમાળા દ્રવ્યના ઉત્સર્ષણ દ્વારા એટલે ઉછામણી કરવા દ્વારા માળા લેવી. આ બધા ઉલ્લેખોથી તેમજ દ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં દેવને માટે સંકલ્પલ વસ્તુ તે દેવદ્રવ્ય થાય છે તે પાઠ છે. દેવદ્રવ્યના ભોગથી કે તેનો નાશ થતો હોય
ત્યારે છતી શક્તિએ ઉપેક્ષા કરવાથી દોષો લાગે છે. આને અંગે સ્પષ્ટતાથી વિશેષ રીતે ત્યાં બિરાજમાન પૂ.આ.ભ.શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ.શ્રીની પાસેથી જાણી શકાશે.
પત્ર દ્વારા કેટલો વિસ્તાર કરવો ? (આ અભિપ્રાય પૂ.પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિના પટ્ટાલંકાર આ.મ.વિજયકનકચંદ્રસૂરિ મહારાજનો છે – પ્રકાશક)
(૨૨) સાદડી શ્રા સુદી ૭ શુક્રવાર પાટીકા ઉપાશ્રય. શ્રાવક અમીલાલ રતિલાલ.
લી. મુનિ સંબોધવિજયજી, ધર્મલાભપૂર્વક જણાવવાનું કે પત્ર મળ્યો. વાંચી સમાચાર જાણ્યા છે.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૧૨૧