________________
લબ્ધિસૂરિજી મ. નેમિસૂરિજી મ. સાગરજી મ. વગેરે ૫૦૦ સાધુઓની માન્યતા એ પ્રમાણે છે. આરાધનામાં રક્ત રહેશો. પારણાંની બોલી પણ દેવદ્રવ્યમાં જ જાય છે જ. સુદિ ૧૨
(૧૦)
દાઠા (જિ. ભાવનગર) શ્રાવણ સુદ ૧૨
પૂ.પા.આ.શ્રી ઋદ્ધિસાગરસૂરિજી મ. સા. તથા મુનિ શ્રી માનતુંગવિજયજી
મહારાજ.
વેરાવળ મધ્યે સુશ્રાવક અમીલાલ રતિલાલ આદિ...
ધર્મલાભપૂર્વક જણાવવાનું જે અત્રે સુખશાતા છે. તમારો પત્ર મળ્યો. વાંચી બિના જાણી છે તે પ્રશ્નના જવાબમાં જાણવું જે સુપન પ્રભુજીના માતાને પ્રભુજી ગર્ભવાસ કરતાં પ્રભુના પુણ્યબલે જોવામાં આવે છે. જેથી તે વસ્તુ પ્રભુજીદેવસંબંધીની જ ગણાય છે. ઉપરાંત માળાદિની વાત સંબંધમાં તીર્થમાળા તે પણ શ્રી પ્રભુજીના દર્શન-ભક્તિ નિમિત્તે સંઘો નીકળતાં સંઘ કાઢનાર સંઘવીને તીર્થમાળા પહેરાવવામાં આવતી એટલે તીર્થમાળા પણ પ્રભુજીની ભક્તિ નિમિત્તે થયેલ કાર્ય માટે પહેરાવવામાં આવતી. જેથી તેની ઉછામણીનું દ્રવ્ય પણ દેવનું જ દ્રવ્ય ગણાય છે. તીર્થમાળાદિ કહેતાં સર્વ પ્રકારની માળા સંબંધી સમજવું. વળી સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદ મધ્યે સાધુ સંમેલન મળેલ, ત્યારે પણ આ સંબંધી ઠરાવો થયેલ છે. તેમાં પણ તે દ્રવ્યને દેવદ્રવ્ય તરીકે જ નક્કી કરવામાં આવેલ છે.
(૧૧)
ભાવનગર શ્રાવણ સુદ ૬
લિ. આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરિજી મ. શ્રી તરફથી દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ વાંચવા.
અત્રે ધર્મપસાયે શાંતિ છે. તમારો કાગળ મળ્યો. સમાચાર જાણ્યા. તમોએ ૧૪ સુપન, ઘોડીયા પારણાં તથા ઉપધાનની માળાની ઉપજ (ઘી)નું દ્રવ્ય ક્યા ખાતામાં લઈ જવાય એનો શાસ્ત્રાધારે મારી પાસે ખુલાસો માગ્યો, આવી ધાર્મિક બાબત તરફ તમારી જિજ્ઞાસા લાગણી બદલ ખુશી થાઉં છું. પરંતુ તમારે ત્યાં
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૧૩