________________
૩-દીક્ષા, ૪-કેવળજ્ઞાન અને પ-મોક્ષ કલ્યાણક નિમિત્તે પ્રભુને ઉદ્દેશીને દહેરાસર-ઉપાશ્રય અથવા બીજી કોઈ જગ્યાએ પ્રભુ ભક્તિ નિમિત્તે ઉછામણી કે બોલી થઈ હોય એ બધું જ દેવદ્રવ્ય ગણાય છે.
પ્રભુની અષ્ટ પ્રકારી પૂજાના ચડાવા, આરતી, મંગળદીવો, પ્રભુજીની સામે રાખેલો ભંડાર, સુપના, પારણું, અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ, ઉપધાનમાં નાણનો નકરો, ઉપધાનની માળ પહેરવાનો ચડાવો અથવા નકરો, તીર્થમાળ, ઈન્દ્રમાળ આદિ ચડાવાઓ તેમજ પ્રભુજીના વરઘોડા સંબંધી જુદા જુદા વાહનો વગેરે ઉપરાંત પ્રભુજીના રથ, હાથી, ઘોડો વગેરેમાં બેસવા વગેરેના તમામ ચડાવાઓ શ્રી તીર્થંકર પરમાત્માને ઉદ્દેશીને બોલાવાય છે. આથી આ બધું જ દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય છે. દેવદ્રવ્યનો ઉપયોગ :
- જિનમંદિરોના જીર્ણોદ્ધારમાં અને નવું જિનમંદિર બંધાવવામાં થઈ શકે છે.
- આક્રમણ સમયે તીર્થ, દેરાસર અને પ્રભુ પ્રતિમાની રક્ષા માટે આ દ્રવ્ય ઉપયોગમાં લઈ શકાય છે. - તીર્થરક્ષા વગેરે કાર્યો માટે પણ જૈન વ્યક્તિને આ દ્રવ્ય આપી શકાય નહિ.
- જિનેશ્વર ભગવાનની ભક્તિ, પૂજા તો શ્રાવકે પોતાના દ્રવ્યમાંથી જ કરવી જોઈએ. પણ જ્યાં શ્રાવકના ઘર ન હોય, તીર્થભૂમિમાં જ્યાં શ્રાવકોનાં ઘર શક્તિ સંપન્ન ન હોય ત્યાં પ્રતિમાજી અપૂજ ન રહે તે માટે અપવાદરૂપે દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરાવવી જોઈએ. પ્રતિમાજી અપૂજ તો ન જ રહેવા જોઈએ.
- જ્યાં શ્રાવક ખર્ચ કરવા શક્તિશાળી ન હોય ત્યાં પ્રભુજી અપૂજ ન રહે. તેટલી માત્રામાં જૈનેતર પૂજારીને પગાર, કેશર, ચંદન, અગરબત્તી આદિનો ખર્ચ દેવદ્રવ્યમાંથી કરી શકાય. પણ એટલું તો ચોક્કસ ધ્યાન રાખવું કે શ્રાવકના “સ્વકર્તવ્યરૂપ જિનપૂજાદિ” કામમાં તો આ દ્રવ્ય વપરાય નહિ.
- ત્યાં પણ જો પૂજારી શ્રાવક હોય તો તેને સાધારણ ખાતામાંથી પગાર આપવો જોઈએ. જૈનને દેવદ્રવ્યમાંથી પગાર-પૈસા અપાય જ નહિ. કારણ કે લેવા અને દેવાવાળા બંને પાપના ભાગીદાર થાય છે.
૨
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?