________________
પ્રશ્ન-૨૯૮ સ્વપ્નાની ઉપજ અને તેનું ઘી દેવદ્રવ્યના ખાતામાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી થઈ છે, તો ફેરફાર કેમ ન થઈ શકે ?
સમાધાન-અહેતુ પરમાત્માની માતાએ સ્વપ્નાં દેખ્યાં હતાં એટલે વસ્તુતઃ તેની સર્વ ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ અર્થાત્ દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે. ધ્યાનમાં રાખવું કે ચ્યવન, જન્મ, દીક્ષા એ કલ્યાણકો પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈન્દ્રાદિકોએ શ્રી જિનેશ્વર ભગવાનની સ્તુતિ પણ ગર્ભાવતારથી જ કરેલી છે. ચૌદ સ્વપ્નોનાં દર્શન અદ્ ભગવંત કૂખે આવે ત્યારે જ તેઓની માતાને થાય છે. ત્રણ જગતમાં અજવાળું પણ એ ત્રણેય કલ્યાણકોમાં થાય છે માટે ધર્મષ્ઠોએ ભગવાનું ગર્ભાવસ્થાથી જ ગણવાના છે.
- “સાગર-સમાધાન'માંથી સ્વપ્નાદિની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય ત્રણેય શ્રમણ સંમેલનમાં સર્વાનુમતે થયેલ શાસ્ત્રાનુસારી નિર્ણયો :
નોંધ : દેવદ્રવ્યાદિની વ્યવસ્થા તેમજ બીજા પણ ધર્માદા ખાતાઓની ઉપજ તથા તેનો સદ્ભય ઈત્યાદિની શાસ્ત્રાનુસારી વ્યવસ્થાને અંગે શ્રીસંઘોને શાસ્ત્રીય રીતે સુવિહિતમાન્ય પ્રણાલિકા પ્રમાણે માર્ગદર્શન આપવાની જેઓને શિરે મહત્ત્વની જવાબદારી છે, તે જૈનધર્મના ને જૈનશાસનના સંરક્ષક પૂ. આચાર્ય ભગવંતોએ છેલ્લા વર્ષોમાં ત્રણ શ્રમણ સંમેલનોમાં જે મહત્ત્વના માર્ગદર્શક ઠરાવો દ્વારા શ્રીસંઘને જે સ્પષ્ટ અને સચોટ શાસ્ત્રાનુસારી માર્ગદર્શન આપેલ છે, તે મહત્ત્વનાં ને ઉપયોગી નિર્ણયો અત્રે પ્રસિદ્ધ થઈ રહેલ છે, જે હંમેશને માટે ભારતવર્ષના શ્રીસંઘોને દરેક રીતે પ્રેરણાદાયી છે, ને તેનો અમલ કરવાની તેઓને શિર ફરજીયાત રીતે જવાબદારી છે, તદુપરાંત : શ્રીસંઘોએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે બીજી જિનમંદિર, ઉપાશ્રય, જ્ઞાનભંડાર તથા સાધારણખાતા આદિના નાણાની ઉપજ તથા તેનો સદ્વ્યય કરવાનો શાસ્ત્રાનુસારી રીતે કયો અધિકાર છે ? ને શ્રમણપ્રધાન શ્રીસંઘોએ સુવિહિત શાસ્ત્રાનુસારી પ્રણાલીને વફાદાર રહીને પૂ.પાદ પરમગીતાર્થ સુવિહિત આચાર્ય ભગવંતાદિની આજ્ઞાનુસાર બધીયે ધાર્મિક સ્થાવર-જંગમ મિલકતોનો વહિવટ, વ્યવસ્થા તેમજ સંરક્ષણ, સંવર્ધન કરવાં જોઈએ તે હકીક્તને અનુલક્ષીને શ્રીશ્રમણ સંઘ સંમેલને કરેલા ઉપયોગી નિર્ણયો પણ અહીં પ્રસિદ્ધ થઈ રહેલ છે, જેથી તે રીતે અમલ કરવાને માટે ફરજિયાત રીતે શ્રી શ્રાવક સંઘોને આ દ્વારા સૂચિત થાય છે.
- સંપાદક ૧૨૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?