________________
ખાતામાંથી લેવું પડે તો લે, પરંતુ ખાવા-પીવાનો ખર્ચ તો ન જ લે. સંઘના ખર્ચે ક્યાંક જાવ તો તે સમય દરમ્યાન અંગત ધંધો-વ્યાપાર વગેરે ન કરે. દેરાસર, ઉપાશ્રય, આયંબિલ ભવન, પાઠશાળા, ભોજનશાળા, ધર્મશાળા સંબંધી નાની-મોટી બાબતોનો અભ્યાસ કરી, એ સ્થાનોની વ્યવસ્થા ધર્મનીતિ મુજબ બરાબર ચાલતી રહે એ માટેનું આયોજન કરે. ટ્રસ્ટી જો ભારતીય આર્ય વેષભૂષામાં હોય તો શાલીન લાગે. શક્ય હોય તો પાશ્ચાત્ય વેષભૂષાનો ત્યાગ કરવો. * પેઢીમાં ગાદી-તકીયા આદિ પ્રાચીન વ્યવસ્થા રાખવી. ટેબલ-ખુરશી જેવી વિદેશી સુવિધાઓ બરાબર નથી. સંઘની પેઢીને વર્તમાનપત્રોથી દૂર રાખવી. નહિતર એ સાર્વજનિક વાચનાલય બની જશે. પેઢીથી અંગત કાર્ય માટે ફોન-ફેક્સ વગેરે ન કરવા. સ્મરણમાં હોવું જોઈએ કે, ધર્મસ્થાનોમાં પ્રવેશ કરતાં પૂર્વે નિસીહિ બોલાય છે. ધર્મસ્થાનો ઉજ્જવળ, ચોખ્ખાં રાખવાં. અવસરે અવસરે ચૂનો, રંગરોગાન આદિ લગાડવાં. નિગોદ (શેવાળ) ત્રસજીવો ન થાય એ માટેની કાળજી
રાખવી. બધા જ કાર્યમાં જયણાપાલન સર્વોપરિ મહત્ત્વની બાબત છે. • પ્રતિમાજી અને પરિકરને સ્વચ્છ-નિર્મળ રાખવાં. * પૂજા વગેરે માટે કેશર, ચંદન, ઘી, ધૂપ, વરખ વગેરે જે જે સામગ્રી
જોઈતી હોય છે, તેનો સુયોગ્ય સંચય કરવો. ધર્મસ્થાનોમાં કામ ચાલતું હોય ત્યારે એ કારીગરો પાસે પોતાના ઘરધંધાના કાર્યો ન કરાવવાં. ધર્મકાર્ય અટકી જાય તેમ અંગત કાર્યો ન કરાવવાં. સંઘ સ્વામિવાત્સલ્ય વગેરે માટે શાકભાજી કે અનાજ ખરીદવા ગયા હો ત્યારે પોતાના ઘર-દુકાન માટે ખરીદી ન કરવી. સંઘ માટે હોલસેલ ભાવથી ખરીદી થાય ત્યારે વેચવાવાળો એ જ ભાવમાં ખરીદનારને માલ
આપી દે, એમ બની શકે. આવું થાય તો દોષ લાગે છે. ૪૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો?