________________
* જે જે ધર્મસ્થાન, જે જે ઉદ્દેશથી બનેલાં છે, તેમાં તે તે ઉદ્દેશનું જ પાલન
થાય, એ માટે ટ્રસ્ટી લક્ષ આપે. દા.ત. આયંબિલ ભવન વગેરે ધર્મસ્થાનમાં
લગ્ન-વેવિશાળ વગેરે સાંસારિક કાર્યો ન થવા દે. * સંઘે જે વિશ્વાસથી ધર્મસ્થાન-ધર્મદ્રવ્ય સંચાલનનું કાર્ય સોંપ્યું છે, તેને પૂરી નિષ્ઠા, લગન અને પુરુષાર્થથી ટ્રસ્ટી સાર્થક કરે. ટ્રસ્ટના લાભાર્થી-તપસ્વી વગેરે માટે જે વિશેષ સગવડો કે સુવિધાઓ હોય તેનો ટ્રસ્ટી પોતે ઉપયોગ ન કરે. લાભાર્થી-તપસ્વીને અપાયેલ સુવિધામાં ખામી તો નથી ને ? એ તપાસવા માટે પોતે તેટલી સુવિધા વાપરે તો બરાબર છે, પરંતુ કારણ વિના ભોગવટો ન કરે. દા.ત. અત્તરવાયણાં, પારણાં, એકાસણાં, આયંબિલની રસોઈ ચાખવી વગેરે. દેરાસરમાં દેવદ્રવ્ય અને જીર્ણોદ્ધારના જ ભંડાર મૂકવા. બીજા ખાતાઓના ભંડારો દેરાસરની બહાર સુયોગ્ય-સુરક્ષિત સ્થાનો પર જ મૂકવા.
*
9
*
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
૪૯