________________
અગ્નિથી બળેલુ વૃક્ષ પાણીથી સિંચન કરતા ફરી ઉગે છે અને પલ્લવિત થઈ જાય છે. પરંતુ દેવદ્રવ્યાદિના નાશ રૂપ ઉગ્ર પાપરૂપી અગ્નિથી બળેલા આત્માઓ મૂળ સહિત બળેલા વૃક્ષની જેમ ફરીથી ક્યારેય સુખ પામતા નથી. હંમેશા દુઃખને ભજનારા થાય છે.
प्रभा-स्वं ब्रह्महत्या च दरिद्रस्य च यद् धनं ।
ગુરુ-પત્ની દેવદ્રવ્ય ચ સ્વર્નસ્થમપિ પાતયેત્ ।। (શ્રાદ્ધવિન-નૃત્ય-રૂપ) પ્રભા દ્રવ્ય હરણ, બ્રહ્મ હત્યા અને દરિદ્રના ધનનું ભક્ષણ, ગુરુ-પત્નીનો ભોગ અને દેવદ્રવ્યનું ભક્ષણ સ્વર્ગમાં ૨હેલાનું પણ પતન કરે છે. દિગંબરોના ગ્રંથમાં પણ કહ્યું છે કે
वरं दावानले पातः क्षुधया वा मूतिर्वरम् । मूर्ध्नि वा पतितं वज्रं न तु देवस्वभक्षणम् ।।१।। वरं हालाहलादीनां भक्षणं क्षणं दुःखदम् ।
निर्माल्यभक्षणं चैव दुःखदं जन्मजन्मनि ।।२।।
દાવાનલમાં પડવું શ્રેષ્ઠ, ભૂખથી મરવું સારુ, મસ્તક ૫૨ વજ પડે તો સારું. પરંતુ દેવદ્રવ્યનું ભક્ષણ ન કરવું જોઈએ. ઝેર ખાવું સારું છે. કારણ કે તે થોડા સમય માટે દુઃખ આપનારું છે. પરંતુ દેવ-નિર્માલ્યનું ભક્ષણ તો અનેક જન્મો સુધી દુ:ખને આપનારું થાય છે.
ज्ञात्वेति जिन-निर्ग्रन्थ- शास्त्रादीनां धनं न हि ।
गृहीतव्यं महापाप-कारणं दुर्गतिप्रदम् ।।३।।
આ પ્રકારે જાણીને દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય અને જ્ઞાનાદિના દ્રવ્યને ગ્રહણ ન કરવું જોઈએ. કારણ કે મહાપાપનું કારણ છે અને દુર્ગતિ આપનાર છે.
भक्खणं देव-दव्वस्स परत्थी - गमणेण च ।
सत्तमं णरयं जंति सत्त वाराओ गोयमा ! |
૯૪
હે ગૌતમ ! જે દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને પરસ્ત્રીગમન કરે છે તે સાત વાર સાતમી નરકમાં જાય છે.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?