________________
શ્રી શત્રુંજય માહાભ્યમાં કહ્યું છે કે –
देवद्रव्यं गुरुद्रव्यं दहेदासप्तमं कुलम् । अङ्गालमिव तत् स्प्रष्टुं युज्यते नहि धीमताम् ।।
દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યનું ભક્ષણ સાત કુળનો નાશ કરે છે. તેથી બુદ્ધિમાન પુરુષે એને અંગારા તુલ્ય જાણીને સ્પર્શ પણ કરવો નહિ અર્થાત્ બોલેલી રકમ તરત ભરી દેવી.
देवाइ-दव्वणासे दंसणं मोहं च बंधए मूढा । ૩ -રેસા વા નિન - મુનિ - સંવાડું - સત્તત્ર | દેવદ્રવ્યનો નાશ કરનાર, ઉન્માર્ગની દેશના આપનાર, મોહથી મૂઢ અને જૈન સાધુ - સંઘનો શત્રુ બને છે તે ગાઢ દર્શન મોહનીય કર્મને બાંધે છે.
जं पुणो जिण-दव् तु वृद्धि निति सुसावया । ताणं रिद्धी पवड्ढेइ कित्ति सुख-बलं तहा ।। पुत्ता हुंति सभत्ता सोंडिरा बुद्धि-संजुआ । सकललक्खणसंपुना सुसीला जाण संजुआ ।। દેવદ્રવ્ય વગેરે ધર્મ દ્રવ્યની વ્યવસ્થા કરનાર જો પ્રભુની આજ્ઞા મુજબ નીતિપૂર્વક દેવદ્રવ્યાદિને વધારે છે તેની ઋદ્ધિ, કીર્તિ, સુખ અને બળ વધે છે. તેના પુત્રો ભક્તિવાળા, બુદ્ધિમાન, બળવાન અને દરેક લક્ષણોથી યુક્ત એવા સુશીલ બને છે.
एवं नाउण जे दव्वं वुढेि निंति सुसावया । નર-મર-રો Tvi સંતં દિંતિ તે પુut IT
આ પ્રકારે જાણીને જે દેવદ્રવ્યને નીતિપૂર્વક વધારે છે. તે જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા અને 'રોગનો અંત કરે છે. तित्थयर-पवयण-सुअं आयरिअंगणहरं महिड्डिअं । आसायंतो बहुसो अणंत-संसारिओ होइ ।।
જે તીર્થકર, પ્રવચન, શ્રુતજ્ઞાન, આચાર્ય, ગણધર, મહદ્ધિકની આશાતના કરે છે તે અનંત સંસારી થાય છે.
दारिद्द-कुलुप्पत्ती दारिद्दभावं च कुठ्ठरोगाइ । बहुजणधिक्कारं तह, अवण्णवायं च दोहग्गं ।।
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૯૫ .