________________
- વિહારના સ્થાનોમાં ખાવા-પીવાની કે ગોચરી-પાણી માટે વૈયાવચ્ચનું દ્રવ્ય ઉપયોગમાં લઈ શકાય નહિ. કારણ કે, વિહારના સ્થાનોમાં રસોઈ બનાવવા વગેરે કાર્ય માટે જૈન પરિવાર હોય તો તેને પણ રહેવાનું, ખાવાનું, પીવાનું ત્યાં જ હોય છે. તેથી તેને આ દ્રવ્યના ભોગવટા-ભક્ષણનો દોષ લાગે.
- પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની સાથે મુમુક્ષુ-દીક્ષાર્થી શ્રાવક હોય અથવા એમને વંદન કરવા આવેલા શ્રાવક-શ્રાવિકાઓને ત્યાં રહેવાનો-ખાવાનોપીવાનો અવસર પણ આવે. તેથી આ ઉપજ ત્યાં ન વપરાય.
- પૂ. સાધુ-સાધ્વીજીઓ પાસે કામ કરવા માટે જૈન શ્રાવક હોય તો તેમને પણ રહેવા આદિનો અવસર આવે. આથી વિહારાદિના સ્થાનોમાં ઉદારદીલ શ્રાવકો દ્વારા ભક્તિ માટે જે દ્રવ્ય અર્પણ કરાયું હોય એનો જ ઉપયોગ કરવો.
-૭ જિન શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રઃ ઉદારતા સંપન્ન શ્રાવકોએ ભક્તિભાવથી જે દ્રવ્ય આપ્યું હોય, તે જ પ્રમાણે સાધર્મિક ભક્તિ માટે ફંડ કરવામાં આવ્યું હોય તે દ્રવ્ય શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં જાય. ઉપયોગ :
- આ દ્રવ્યનો ઉપયોગ અત્યંત જરૂરિયાતવાળા સાધર્મિક શ્રાવકશ્રાવિકાઓને ધર્મમાં સ્થિર કરવા માટે થઈ શકે છે. તેમજ આપત્તિના સમયમાં તેમને દરેક પ્રકારની યોગ્ય સહાય કરવા માટે થઈ શકે છે.
- શ્રીસંઘમાં પ્રભાવના અથવા સાધર્મિક વાત્સલ્ય આ દ્રવ્યથી ક્યારેય ન કરી શકાય.
- આ ધાર્મિક પવિત્ર દ્રવ્ય છે. તેથી ધર્માદા (ચેરિટી) સામાન્ય જનતા, યાચક, દિનદુઃખી, રાહતફંડ અથવા અન્ય કોઈ માનવીય અને પશુની દયાઅનુકંપાના કાર્યોમાં આ દ્રવ્ય ક્યાંય વપરાય નહિ.
૮-ગુરુદ્રવ્ય - પાંચ મહાવ્રતને ધરનારા, સંયમી, ત્યાગી મહાપુરુષોની આગળ ગહુલી (ચોખાનો સાથીયો વગેરે રચના) કરી હોય અથવા ગુરુની સોના-ચાંદી વગેરેના ૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?