________________
ફેલાયો હોય એ સંભવિત છે. પણ મુંબઈમાં પણ કેટલેક ઠેકાણે આઠ આની દશ આની કે અમુક ભાગ સાધારણમાં લઈ જાય છે પણ તે દેવદ્રવ્ય મંદિરનું સાધારણ એટલે તેમાંથી પૂજારી, મંદિરની રક્ષા માટે ભૈયા મંદિરનું કામ કરનાર ઘાટીના પગાર આદિમાં વપરાય છે ને કે સાધારણ એટલે બધે વપરાય તેવા અર્થમાં નહિ. આના અંગે જેને સમજવું હોય, પ્રભુ આજ્ઞા પ્રમાણે ધર્મ પાલવો હોય, વહીવટ કરવો હોય તો દરેક વાતના શંકાના સમાધાન યોગ્ય રીતે કરવામાં આવશે.
(૨) ઉપધાન અંગે તો શ્રમણ સંઘ સંમેલનનો સ્પષ્ટ ઠરાવ છે કે દેવદ્રવ્યમાં જાય તેને માટે શંકા છે જ નહિ. બધે તે મુજબ પ્રવૃત્તિ છે. મુંબઈમાં બે વર્ષથી ઠાણા અને ઘાટકોપરમાં તે રીતે ફેરવવા લઈ જવા પ્રયત્ન થયો છે, પણ ત્યાં સંઘમાં મતભેદ પડેલ છે. એટલે નિર્ણય કહેવાય નહિ.
એટલે ઉપરની બંન્ને બાબતોની આવક દેવદ્રવ્યમાં લઈ જવાય તે શાસ્ત્રાધારે તથા પરંપરાથી નિશ્ચિત છે. પછી મતિ કલ્પનાથી કોઈ સમુદાય મરજી મુજબ કરે તે વાસ્તવિક કહેવાય નહિ. સુવુ જ વહુના | ધર્મધ્યાન કરતા રહેશો.
લિ. ધર્મસાગરના ધર્મલાભ. તા.ક. : ગત વર્ષે અમારું ચોમાસું મુંબઈ આદીશ્વરજી ધર્મશાળા પાયધુની ઉપર હતું. સુપના, પારણાંની તમારા આવક દેવદ્રવ્ય ખાતે લઈ જવાનો ચોક્કસ ઠરાવ કરી સંઘે અમારી નિશ્રામાં સુપના ઉતારેલ તે જાણશો. આ સંબંધી વધુ જે કાંઈ માહિતી જોઈએ તે સુખેથી લખશો. ભવભીરતા હશે તે આત્માઓનું કલ્યાણ થશે. સંઘમાં બધાને ધર્મલાભ કહેશો.
(આ અભિપ્રાય પૂ.આચાર્ય મ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.શ્રીના પ્રશિષ્યરત્ન વર્તમાનમાં ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજનો છે.)
(૨૦)
શ્રી નમિનાથજી ઉપાશ્રય,
મુંબઈ નં. ૩, તા. ૧૨-૮-૫૪ લિ. ધુરંધરવિજય ગણિ, તત્ર શ્રી દેવગુરુ-ભક્તિકારક અમીલાલ રતિલાલ જૈન યોગ્ય ધર્મલાભ.
ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૧૯