________________
એમ વિનંતી કરવી જોઈએ. સાધર્મિક-વાત્સલ્ય કરનારા જેટલા પુણ્યાત્માઓ જમી જાય, તેના ઋણભારને માથે ચડાવે. સાધર્મિક-વાત્સલ્યમાં આવનારા ખાવાની ભાવનાથી ન આવે, સાધર્મિકની ભાવનાનો આદર ક૨વા માટે આવે, ઉચિત મર્યાદા મુજબ વર્તે. ખાવાની લાલચને વશ ન થાય, કોઈ વસ્તુ માંગે નહિ, કોઈ વસ્તુ રહી ગઈ તો મનમાં લે નહિ. ખવરાવનારા ‘લો, લો’ કહે ત્યારે એ સહેજે, ‘ના, ના’ કહેવાના ભાવમાં હોય. જમાડનાર હાથ જોડે, તો જમનારા સામેથી હાથ જોડે. ‘હું પણ આવું સાધર્મિક-વાત્સલ્ય ક્યારે કરીશ,’ તેવા મનોરથ સેવે.
સાધર્મિક-વાત્સલ્ય, સાધર્મિક-ભક્તિ અને સંઘજમણમાં આવી ઉત્તમ મર્યાદાઓનું પાલન થવું જોઈએ. એના બદલે સાધર્મિક-વાત્સલ્ય કરનારને આવકારવાનો ભાવ ન હોય, આવનારા પ્રત્યે આદર-બહુમાન ન હોય, ‘આવો અને જમવાનો લાભ લો’ એવી વૃત્તિ હોય, ‘મેં આટલાને જમાડવા, આવું આવું જમાડ્યું’ આવો ભાવ હોય અને જમવા આવનારા પણ જાણે કે ‘રહી ન જઈએ,’ તેવી વૃત્તિવાળા હોય, થાળીઓ કે ડીશો લઈને લાઈનમાં ઉભા હોય, જાતે પોતે પોતાની થાળીઓ કે ડીશો ભરતા હોય, કોઈ વાનગી લેવાની રહી ન જાય તેવી વૃત્તિ હોય, પગમાં બૂટ કે ચંપલ પહેર્યા હોય, હાથમાં થાળી કે ડીશ પકડી રાખીને ખાતા હોય, એવા ભોજન વ્યવહારને સાધર્મિક-વાત્સલ્ય, સાધર્મિક-ભક્તિ કે સંઘજમણનું નામ અપાય નહિ, આવા પ્રકા૨નો ભોજન વ્યવહાર એ જૈન ધર્મની મર્યાદાને અનુરૂપ તો નથી જ, પણ આર્યદેશની ઉત્તમ પ્રણાલીઓ સાથે પણ જરાય સંગત નથી. આવી પ્રવૃત્તિથી જિનાજ્ઞાની આરાધના નહિ, વિરાધના થાય છે. પ્રશ્ન-પ૬ - વીશસ્થાનકની પૂજા કર્યા પછી અરિહંત પરમાત્માની પૂજા થાય કે નહિ ?
–
ઉત્તર-પ૬ - એક વીશસ્થાનકની પૂજા કરીને બીજા વીશસ્થાનકની પૂજા કરી શકાય છે અને તેમાં વચ્ચે અરિહંત પદ જ હોય છે. વીશસ્થાનકમાં કોઈ વ્યક્તિની પૂજા નથી, પણ પદોની પૂજા છે. એટલે વીશસ્થાનકની પૂજા કરીને અરિહંત પરમાત્માની પૂજા કરવામાં બાધ નથી. આ જ નિયમ સિદ્ધચક્રની બાબતમાં પણ જાણવો.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
૮૫