________________
૨૦. વ્યાજ વગેરેની આવક - જે ખાતાની રકમનું વ્યાજ આવ્યું હોય તો તે-તે ખાતામાં જ જમા કરવું જોઈએ. જે ખાતા માટે ભેટ આવેલી રકમ તે ખાતામાં જ વાપરવી જોઈએ. જો જરૂરિયાત કરતા રકમ વધારે હોય તો અન્ય સ્થળોમાં તે-તે ખાતામાં ખર્ચ કરવા માટે ભક્તિપૂર્વક મોકલી આપવું જોઈએ એ જૈનશાસનની ઉજળી મર્યાદા છે.
૨૧. ટેક્સ (કર) વગેરેનો ખર્ચો . ' - જે ખાતાની આવક ઉપર ટેકસ (કર), ઓકટ્રોય વગેરે સરકારી ખર્ચ થયો હોય તેને તે-તે ખાતામાંથી આપી શકાય છે.
૨૨. જિનભક્તિ માટે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી
સંઘને સમર્પિત કરવાના ચડાવા (કેશર-ચંદન ખાતું) - જિનભક્તિ માટે જે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે. તે સામગ્રીનો લાભ લેવા માટે દર વર્ષે જે ચડાવા બોલાવાય છે તેની વિગતઃ
૧-વાસક્ષેપ, ર-મોરપીંછી-પંજણી-વાળાકુચી, ૩-પ્રક્ષાલ માટે દૂધ, ૪-બરાસ, પ-કેશર, ૬-ચંદન, ૭-પુષ્પ, ૮-ધૂપ, ૯-દીપક (ઘી), ૧૦-અંગ-લૂછણાપાટલૂછણા, ૧૧-અત્તર-ચંદનનું તેલ, ૧૨-વરખ વગેરે સામગ્રીના ચડાવા. ઉપયોગ :
- આ ચડાવાની રકમ પૂજાના આ દ્રવ્યો ખરીદવા માટે પરસ્પર વાપરી શકાય છે.
- દેરાસરમાં રાતે રોશની કરવા ઘી-કોપરેલનું તેલ વગેરેના દીપક રાખવાનો ખર્ચો પણ જરૂર પડે તો આ દ્રવ્યમાંથી કરી શકાય છે.
- આ રકમનો ઉપયોગ જિનભક્તિના કાર્ય સિવાય બીજા કોઈ પણ કાર્યમાં કરી શકાય નહિ.
નોંધ: શ્રાવકે પ્રભુની પૂજા પોતાના દ્રવ્યથી જ કરવી એ વિધિ છે. આથી આ પ્રકારની બોલી દ્વારા કરાયેલી સુવિધા સામગ્રીનો ઉપયોગ કરનાર પુણ્યાત્માએ પોતે જેટલી સામગ્રીનો ઉપયોગ કરે તેટલી સામગ્રીની રકમ તે ખાતામાં (કેશરચંદન ખાતામાં) આપવાનો વિવેક રાખવો જરૂરી છે. ૨૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?