________________
કરી પરમાત્માના જિનબિંબ-જિનમંદિર નિર્માણ-જીર્ણોદ્ધારાદિનો સંપૂર્ણ લાભ લઈ શકીએ છીએ પરંતુ અમારા કમનસીબે જ્યારે અમારામાંથી કોઈપણ સમર્થ હાજર ન હોય, ત્યારે પણ જગતને તરવાના મહાન આલંબનરૂપ આ જિનબિંબ અને જિનમંદિરોનો પ્રભાવ એમને એમ દીપ્તિમાન બન્યો રહે, એ માટે આ નિધિનો ઉપયોગ કરાય.
આજે દેશ-કાળની પરિસ્થિતિ, સરકારની અનિશ્ચિત ધારા-ધોરણ નીતિ વગેરે અનેક કારણોસર નિધિ કરવાની મૂળભૂત શાસ્ત્રીય વિધિનું પાલન અશક્ય બન્યું છે. સંપૂર્ણ નિધિ જ હડપ થઈ જાય એવી પરિસ્થિતિનું ઝડપી નિર્માણ થઈ રહ્યું છે. એ અરસામાં દેવદ્રવ્યને રાખી નહિ મૂકતાં એનો શાસ્ત્ર મર્યાદાનુસાર સુયોગ્ય ક્ષેત્રમાં વપરાશ થઈ જાય એ જરૂરી બન્યું છે. માટે સૌથી પ્રથમ જે જે તીર્થોમાં, ક્ષેત્રોમાં જિનમંદિરો જીર્ણ બની ગયાં હોય તેની જાત તપાસ કરી સુયોગ્ય વહીવટી તંત્ર ગોઠવી દેવદ્રવ્ય વાપરી દેવું જોઈએ. આ જ વર્તમાન-કાળમાં દેવદ્રવ્યના વપરાશનો ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે.
તદુપરાંત કોકવાર કોઈ ક્ષેત્ર વિશેષમાં નૂતન જિનાલયની જરૂર પડે, સ્થાનિક સંઘ સમર્થ ન હોય અને બહારથી પણ આખી રકમ મળી શકે એવી સ્થિતિ ન હોય ત્યારે દેવદ્રવ્યમાંથી પણ એ નૂતન જિનાલયનો લાભ ચોક્કસ લઈ શકાય છે. એ માટે વર્તમાન પરિસ્થિતિ જોઈ ગીતાર્થ આચાર્ય ભગવંતોએ સંમતિ આપેલી છે જ. છતાં એ રીતે દેવદ્રવ્યની રકમ વાપરતાં એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે એ જિનાલયના નિર્માણમાં જેટલી પણ દેવદ્રવ્યની રકમ વપરાઈ હોય તે અંગે ત્યાં “આ જિનાલય... સંઘના દેવદ્રવ્યની ઉપજમાંથી બનાવવામાં આવ્યું છે' - એવા આશયનો સ્પષ્ટ લેખ જરૂર લખવો જોઈએ. કારણ કે, માત્ર સંઘનું નામ એના ઉપર લખી શકાય નહિ. પોતાની નામના ખાતર જ નૂતન જિનાલયમાં સંઘના દેવદ્રવ્યની ઉપજમાંથી વપરાશ કરવાની ઈચ્છા એ અધમ છે. એવાને દેવદ્રવ્યના ભોગે પોતાની નામના કર્યાનું ભયંકર પાપ લાગે જ. માટે એ રીત કોઈએ પણ અજમાવવી યોગ્ય નથી જ.
દેવદ્રવ્યના વપરાશમાં કોઈપણ સ્વાર્થકેન્દ્રિત પૌદ્ગલિક લાભો મેળવવાની ગણતરી રાખ્યા વિના એક માત્ર એની સુરક્ષાનો અને સદુપયોગનો જ વિચાર સર્વોપરી હોવો જોઈએ. માટે જ ધર્મપ્રેમી સુશ્રાવકોએ જિનાલયના
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૬૩