________________
તમારો પત્ર મળ્યો છે, વાંચી સમાચાર જાણ્યા છે, લખવાનું કે ઉપધાનની ઉપજ દેવદ્રવ્યમાં જાય એવો હીરપ્રશ્નમાં ખુલાસો છે. બીજું સુપનાની ઉપજ માટે સ્વપ્ન ઉતારવાનું શરૂ થયું. ત્યારથી એ ઉપજ દેવદ્રવ્યમાં જાય છે. એમાંથી દેરાસરના ગોઠીને તથા નોકરોને પગાર અપાય છે. સાધુ સંમેલનમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો. પરંપરાથી દેવદ્રવ્યમાં જાય છે. તેથી દેવદ્રવ્યમાં લઈ જવાનો ઉપદેશ કરવો એવો નિર્ણય કરેલ. અત્રે સુખશાંતિ છે, તમને પણ સુખશાંતિ વરતે એ જ ધર્મધ્યાનમાં ઉદ્યમ કરશો. નવીન જણાવશો.
A દ : મુનિરાજ શ્રી અમૃતવિજયજી. (નોંધ : સુવિહિત આચાર્યદેવોની પરંપરાએ ચાલી આવતી આચરણ પણ ભગવાનની આજ્ઞાની જેમ માનવાનું ભાષ્યકાર ભગવાનો જણાવે છે. નિર્વાહના અભાવે દેવદ્રવ્યમાંથી ગોઠીને કે નોકરને પગાર અપાય એ જુદી વાત છે. પરંતુ
જ્યાં નિર્વાહ કરી શકાય તેમ હોય છતાં અપાય તો તોમાં દોષિત થવાય એમ અમારું માનવું છે.)
સ્વસ્તિ શ્રી રાધનપુરથી લિ. આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી આદિ ઠા. ૧૦ તત્ર શ્રી વેરાવળ મધ્ય સુશ્રાવક દેવગુરુભક્તિકારક શા. અમીલાલભાઈ રતીલાલભાઈ યોગ્ય ધર્મલાભ પહોંચે. અત્ર દેવગુરુ કૃપાથી સુખશાતા વર્તે છે. તમારો પત્ર મળ્યો, ઉત્તર નીચે પ્રમાણે
ચૌદ સ્વપ્ન, પારણાં, ઘોડિયા તથા ઉપધાન માળ આદિનું ઘી કે રોકડા રૂપૈયા બોલાય તે શાસ્ત્રની રીતિએ તેમજ સં. ૧૯૯૦ માં જ્યારે મુનિ સંમેલન શ્રી અમદાવાદ એકત્ર થયેલ ત્યારે પણ ૯ આચાર્યોની સહીથી ઠરાવ દેવદ્રવ્યમાં લઈ જવાનો થયેલ અને ત્યારે સેંકડો સાધુ-સાધ્વીઓ અને હજારો શ્રાવક-શ્રાવિકાઓ હતા. તેનો કોઈએ વિરોધ નહિ કરેલ એટલે તે ઠરાવને કબુલ રાખેલ. એ જ ધર્મકરણીમાં ભાવ વિશેષ રાખવા એ જ સાર છે. શ્રાવણ સુદ ૧૪
5 લિ. વિજયકનકસૂરિના ધર્મલાભ. પં. દીપવિજયના ધર્મલાભ વાંચવા.
ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૧૧