________________
भक्खे जो उविक्खे जिणदव्वं तु सावओ । पणाहीनो भवे जीवो लिप्पइ पावकम्मुणा ।।
જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનારની ઉપેક્ષા કરે છે તે જીવ મંદબુદ્ધિવાળો થાય છે અને પાપ કર્મથી લેપાય છે. आयाणं जो भंजइ पडिवन्न - धणं न देइ देवस्स ।
ગરદંતં ચો – વિવશ્વદ્ સો વિટ્ટુ રિમમફ સંસારે ।। (શ્રાદ્ધવિધિ)
જે આત્મા દેવદ્રવ્યાદિના મકાનનું ભાડુ, પર્યુષણાદિમાં બોલેલા ચડાવા, સંઘનો લાગો અને ફંડમાં લખાવેલી રકમ ભરતો નથી અથવા વ્યાજ વિના લાંબા સમયે ભરે છે, દેવદ્રવ્યની આવક તોડે છે, કોઈ દેવદ્રવ્યનો વિનાશ કરતો હોય અને ઉઘરાણીમાં ઉપેક્ષા કરતો હોય તેની જે ઉપેક્ષા કરે છે તે સંસારમાં પરિભ્રમણ કરે છે.
चेइदव्व विणासे तद्, दव्व, विणासणे दुविहभेए । साहु उविक्खमाणो अनंत - संसारिओ होई ।।
ચૈત્યદ્રવ્ય એટલે કે સોના, ચાંદી, રૂપિયા વગેરેના ભક્ષણથી વિનાશ કરે, ચૈત્યદ્રવ્યમાં સમાવિષ્ટ એવા જિનમંદિરના નવા ખરીદેલા દ્રવ્યો કે જૂનાં મંદિરના ઈંટ, પત્થર, લાકડા વગેરેનો વિનાશ કરે છે અને વિનાશ કરનારની ઉપેક્ષા કરે છે તો તે સાધુ હોય તો પણ અનંત સંસારી થાય છે.
चेइअ दव्वं साधारणं च भक्खे विमूढमणसा वि । परिभमइ, तिरीय जोणीसु अन्त्राणित्तं सया लहई ||
(સંવોધ પ્ર૨૫ . ૨૦)
સંબોધ પ્રક૨ણમાં કહ્યું છે કે દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને જે મોહથી ગ્રસિત મનવાળો વ્યક્તિ ભક્ષણ કરે છે તે તિર્યંચ યોનિમાં પરિભ્રમણ કરે છે અને
હંમેશા અજ્ઞાની બને છે.
પુરાણમાં પણ કહ્યું છે કે
देवद्रव्येन या वृद्धि गुरु द्रव्येन यद् धनं ।
तद् धनं कुलनाशाय मृतो पि नरकं व्रजेत् ।।
દેવદ્રવ્યથી જે ધનની વૃદ્ધિ અને ગુરુદ્રવ્યથી જે ધન પ્રાપ્ત થાય છે તે કુળનો
૯૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?