________________
- ઉપાશ્રયની કોઈપણ ચીજ (પાટ-પાટલા-જાજમ વગેરે) ધાર્મિક કાર્ય માટે કોઈ લઈ જાય તો એનો નકરો સાધારણ ખાતામાં (ઉપાશ્રય ખાતામાં) આપવો જોઈએ.
- ઉપાશ્રય અને દેરાસરની કોઈપણ વસ્તુ સાંસારિક કાર્યો માટે આપી ન શકાય.
૧૪-આયંબિલ તપ આયંબિલ તપ માટે કરેલું ફંડ, ચૈત્ર અને આસો મહિનાની ઓળીના આદેશની બોલી કે નકરાની રકમ, આયંબિલ માટે કાયમી તિથિની આવક આયંબિલ ભવન નામકરણની આવક તેમજ આયંબિલ ખાતાના ભંડારની આવક આયંબિલ તપ ખાતામાં જમા થાય છે. ઉપયોગ :
- આ દ્રવ્ય આયંબિલ તપ કરનારા તપસ્વીની ભક્તિમાં અથવા આયંબિલ માટે જરૂરી વ્યવસ્થામાં વાપરી શકાય છે.
- આ ખાતામાં વૃદ્ધિ હોય તો અન્ય ગામ-શહેરોમાં આયંબિલ તપ કરનારની ભક્તિ માટે મોકલી શકાય છે.
- ટૂંકમાં કહીએ તો આ દ્રવ્ય આયંબિલ તપનો પ્રચાર-પ્રસાર કરવા માટે જ હોવાથી અન્ય કોઈ પણ કાર્યમાં તેનો ઉપયોગ કરી શકાય નહિ.
- આયંબિલ માટેની રકમનો ઉપયોગ એકાસણાની ભક્તિમાં કરવાનો નિષેધ છે.
- આયંબિલ ભવનનું નિર્માણ શ્રાવક સંઘે પોતાના સ્વદ્રવ્યથી કરવું. લક્કી ડો – લોટરી જેવી અહિતકર પદ્ધતિ દ્વારા રકમ ભેગી કરી આવા કાર્યો ન કરવા જોઈએ.
- આ પણ માત્ર ધાર્મિક અને પવિત્ર દ્રવ્ય છે. આયંબિલ ભવનનો ઉપયોગ પણ સાંસારિક-વ્યવહારિક-સામાજિક કોઈ પણ કાર્યોમાં કરવો ન જોઈએ. આમાં માત્ર ધાર્મિક કાર્યો જ કરવા જોઈએ.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૯