________________
શક્તિ-સંયોગને અનુરૂપ અને એમની પરિસ્થિતિ-જરૂરિયાતને અનુરૂપ જેજે પણ ઉપાયો કરવા જરૂરી જણાય તે બધા જ ઉપાયોથી ભક્તિ કરવી. | - આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક વગેરે પરિસ્થિતિથી નાજૂક સાધર્મિકની તે-તે વિષયક સઘળી જવાબદારી પોતાના ખભે લઈને એમની દરેક મુશ્કેલી દૂર કરવી જોઈએ.
- આપણા દરેક શુભ પ્રસંગે વિનંતીપૂર્વક આમંત્રણ આપી બોલાવવાં જોઈએ. તે પ્રસંગ નિમિત્તે બહુમાનપૂર્વક પહેરામણી દ્વારા ભક્તિ કરવી.
- આપણી નાની-મોટી ધર્મારાધનાને નિમિત્ત બનાવી સાધર્મિકની ભક્તિ કરવી. - સાધર્મિકની નાની-મોટી ધર્મારાધનાને નિમિત્ત બનાવી ભક્તિ કરવી. - સાધર્મિકને ધર્મની વધારે નજીક લાવવાનો પ્રયત્ન કરવો. - કલ્યાણ મિત્રો અને ગુરુ ભગવંતની સાથે સંપર્ક કરાવવો. - ટૂંકમાં પોતાના પુત્ર-પુત્રીના શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધંધાકીય, સુખ સમૃદ્ધિ અને ધર્મની ચિંતા જેમ માતા-પિતા કરે છે, તે માટેના પ્રયત્નો કરે છે તે જ રીતે શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રની ભક્તિ શક્તિમંત શ્રાવકે કરવી જોઈએ.
યાદ રાખવું કે - સાધર્મિકો આપણા ઉપકારી છે. આપણે એમના ઉપકારી નથી. આપણને સાધર્મિક ભક્તિનો લાભ આપીને તેઓ પુણ્યાનુબંધીપુણ્યની ભેટ આપે છે. જેમ દેવ અને ગુરુની ભક્તિ દ્વારા ભવ તરી શકાય છે તેમ દેવ અને ગુરુની ભાવપૂર્વક યથાશક્તિ ભક્તિ કરનારા સાધર્મિકોની ભક્તિ દ્વારા પણ ભવ તરી શકાય છે. ભક્તિ પાત્ર સાધર્મિકને લાચાર અને દયાપાત્ર ક્યારેય ન બનાવવો.