________________
છે, સભ્યોની-સંઘની સભા બોલાવાતી નથી. સામાન્ય માણસને તો દેરાસરમાં કેસર ઘસેલું તૈયાર મળે છે, માટે કોઈ બોલતું નથી, તો આ અંગે શું કરવું?
ઉત્તર-૨૩ સંઘના ટ્રસ્ટીઓ અને આગેવાનોને મળી પ્રેમથી સમજાવવા જોઈએ. સંઘને વિશ્વાસમાં લેવાના ફાયદા વગેરે સમજાવાય. છતાં શાસ્ત્રવિરુદ્ધ વહીવટ રાખે કે કાયદાકીય ક્ષતિઓ સેવે, તો વિવેકપૂર્વક સઘળાં ઉચિત પગલાં જરૂ૨ લઈ શકાય.
પ્રશ્ન-૨૪ સંઘની આવકની એફ. ડી. (બેંકમાં કાયમી જમા) થાય, ગામના દેરાસરમાં પણ જરૂર હોવા છતાં વપરાય નહિ, અને બહાર પણ મોકલાય નહિ. ઘણીવાર વિવેકપૂર્વક કહેવા છતાં ધ્યાન અપાતું નથી, તો શું અમે કે અન્યોએ બોલેલી રકમ અન્ય સુયોગ્ય સ્થાને મોકલી દેવી અને તેની રસીદ ટ્રસ્ટમાં જમા કરાવવી ? માર્ગદર્શન આપશો.
ઉત્તર-૨૪ - જે સ્થાનમાં વહીવટ શાસ્ત્રાનુસારી ન હોય તેવા સ્થાનમાં કોઈ પણ ઉછામણીઓ આદિ દ્વારા લાભ ન લેતાં જ્યાં શાસ્ત્રાનુસારી વહીવટ સચવાતો હોય, તેવા સ્થાનમાં જ લાભ લેવો જોઈએ. છતાં અજ્ઞાનથી લાભ લીધો હોય, તો આગેવાનોને પ્રેમપૂર્વક સમજાવવા. કોઈપણ ઉપાયે ન જ સમજે તો ગીતાર્થ ગુરુ ભગવંતનું માર્ગદર્શન મેળવી, ઉચિત રીતે સુયોગ્ય સ્થાનોમાં અન્ય કેટલાક ભાઈઓની સાક્ષીથી એ પૈસા વાપરી તેની રસીદ ટ્રસ્ટમાં જમા કરાવી શકાય છે. પણ બીજીવાર તો ચોકસાઈ ક૨ીને જ લાભ લેવાનું રાખવું.
પ્રશ્ન-૨૫ - અંજનશલાકા અને પ્રતિષ્ઠાના કાર્યમાં આજકાલ છુટા હાથે પૈસાનો વપરાશ થાય છે. ચડાવા સારા હોય, એટલે ખર્ચો પણ સારો કરવો જોઈએ, એમ વિચારી ટ્રસ્ટીઓ રૂપિયાની જગ્યાએ પાંચ રૂપિયા વાપરે છે, આ યોગ્ય છે ? અયોગ્ય દેખાવ બહુ વધી ગયો છે ? આવા મહોત્સવમાં બીજી કોમ આપણા પૈસા પર મજા મારવામાં મગ્ન રહે છે.
–
ઉત્તર-૨૫ - આજકાલ રૂપિયાની વેલ્યુ ઘટી ગઈ હોવાથી છૂટા હાથે પૈસાનો વપરાશ થાય છે એવું લાગે છે. પૂર્વના કાળમાં જે ઉદારતા દેખાતી હતી, તેનાં આજે દર્શન પણ જૂજ જગ્યાએ જ થાય છે. બાકી એક વાત સાચી છે કે, ઘણા સંઘના આગેવાનો :
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
૫