________________
સાણંદથી આચાર્ય મહારાજ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મ. આદિ તરફથી
મુંબઈ મધ્ય દેવગુરુભક્તિકારક સુશ્રાવક જમનાદાસ મોરારજી યોગ ધર્મલાભ. અત્રે સુખશાતા છે. તમારો પત્ર મળ્યો, તે સંબંધમાં જણાવવાનું કે સ્વપ્નની બોલી સંબંધી જે કાંઈ ઉપજ હોય તે દેવદ્રવ્ય સિવાય બીજે ન લઈ જઈ શકાય. અમદાવાદ, ભરૂચ, સુરત, છાણી, પાટણ, ચાણસ્મા, મહેસાણા, સાણંદ વિગેરે ઘણા સ્થળોમાં પ્રાય: ઉપર જણાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ ચાલે છે, એ જ ધર્મસાધનમાં વિશેષ ઉદ્યમ રાખશો.
- દ : સુમિત્રવિજયના ધર્મલાભ.
(૩).
ઉદેપુર આ.સુ. ૩
માલદાસની શેરી, જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી આદિ ઠા. ૧૨. શાંતાક્રુઝ મધ્ય સુશ્રાવક દેવગુરુ ભક્તિકારક શ્રાવકગુણ સંપન્ન શા. જમનાદાસ મોરારજી જોગ ધર્મલાભ વાંચશો. દેવગુરુ પ્રતાપે સુખશાતા છે. તેમાં પ્રવર્તતા તમારો પત્ર મળ્યો. વાંચી સમાચાર જાણ્યા. વળી પણ લખશો. જૂની પ્રણાલિકા પ્રમાણે અમો સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાના વિચારના છીએ. કારણ સ્વપ્નાંને તીર્થંકરની માતા જુવે છે, તે પૂર્વે તીર્થકર નામ બાંધ્યાથી તીર્થકર માતા ચૌદ સ્વપ્નાં જુવે છે. તે ચ્યવન કલ્યાણના અંગે સૂચવનારા છે, અમદાવાદમાં સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જાય છે. તે જાણશો.
એ જ. સંભારે તેને ધર્મલાભ કહેશો. 5 દ : પંન્યાસ સંપતવિજયજી ગણિના ધર્મલાભ.
(૪)
તા. ૨૮-૯-૩૮ સિદ્ધક્ષેત્ર-પાલીતાણાથી લિ. આચાર્ય શ્રી વિજય મોહનસૂરિજી આદિ તત્ર
ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૦૩