________________
અનુસારે એ દ્રવ્યને ગુરુ કરતાં ઉંચા સ્થાનમાં એટલે જિનમંદિરના જીર્ણોદ્ધારનવનિર્માણમાં લઈ જવાય છે. યાદ રાખવું કે – દ્રવ્યસપ્તતિકામાં ગુરુદ્રવ્યથી ઉપરનું ખાતું દેવદ્રવ્યનું જ છે. આથી ગુરુપૂજનમાં આવેલી બધી રકમ જિનમંદિર જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં જ વાપરવી જોઈએ.
- ગુરુભગવંતને કામની વહોરાવવાની બોલી બોલાય છે. એમાં કામળી ભોગા દ્રવ્ય હોવાથી તે કામળી ગુરુ વાપરી શકે છે, પરંતુ એની બોલીની રકમ ધન સ્વરૂપ હોવાથી તે પૂજાઈ જ મનાય છે. તેથી તે પણ ગુરુપૂજનની રાશિની જેમ જિનમંદિર-જીર્ણોદ્ધાર-નવનિર્માણમાં જ જાય છે. આ ધ્યાનમાં રાખવું.
- ગુરુપૂજનની રાશિ જિનેશ્વરની કેસર વગેરે અંગપૂજામાં તથા મુકુટઅલંકાર વગેરે આભરણ પૂજામાં વાપરવી નહિ. કારણ કે એ દ્રવ્ય ગુરુના ચરણોમાં મૂકેલ છે. ચડાવા રકમ
ક્યા ખાતામાં ? ગુરુપૂજનની રકમ...
પૂજાઈ ગુરુદ્રવ્ય, દેવદ્રવ્ય ગુરુપૂજન સમયે સમર્પિત કરેલ પૂજાદ્રવ્ય... પૂજાઈ ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય. ગુરુભગવંતને કામની વહોરાવવાની રકમ.. પૂજાઈ ગુરુદ્રવ્ય - દેવદ્રવ્ય ગુરુમહારાજની સમક્ષ કરેલી ગફૂલીદ્રવ્ય.. પૂજાહે ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય ગુરુમહારાજના પ્રવેશ-સ્વાગત સમયે વાહન-હાથી-ઘોડા વગેરેના ચડાવાની રકમ. પૂજા ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય ગુરુમહારાજના પ્રવેશ મહોત્સવના પૂજાઈ ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય ચડાવાની રકમ...
ગુરુમહારાજના પ્રવેશ કે વ્યાખ્યાન પ્રસંગે હીરા-માણેક, મોતી વગેરે કીમતી દ્રવ્યોથી ગફૂલી કરી હોય તો તે દ્રવ્ય દેવદ્રવ્યમાં જમા કરાવવું. એ જ ગફૂલી જો બીજીવાર વાપરવી હોય તો એ સમયે એની જેટલી કિંમત હોય તેટલી દેવદ્રવ્યમાં જમા કરાવવી.
ગુરુ ભગવંતના પ્રવેશોત્સવની બોલીમાંથી પ્રવેશોત્સવનો કોઈ પણ ખર્ચો બાદ કરી શકાય નહિ.બોલીની સંપૂર્ણ રકમ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ. જ્યારે પ્રવેશોત્સવનો ખર્ચો વ્યક્તિગત કે સાધારણ ખાતામાંથી કરવો જોઈએ. ૧૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?