________________
દેવદ્રવ્યમાંથી શ્રાવકો માટે પૂજા કરવાની વ્યવસ્થા કરવી અને શ્રાવકોને દેવદ્રવ્યથી આવેલી સામગ્રી દ્વારા પૂજા કરતા બનાવી દેવા, એ તો તેમને
તારવાનો નહિ પણ ડુબાડી દેવાનો ધંધો છે. જ શાસ્ત્રોએ તો ગૃહમંદિરમાં ઉત્પન્ન થયેલા દેવદ્રવ્યથી ગૃહમંદિરમાં પૂજા કરવાની પણ મનાઈ કરી છે. ગૃહમંદિરમાં ઉપજેલ દેવદ્રવ્ય દ્વારા સંઘના જિનમંદિરમાં પૂજા કરવામાં પણ દોષ કહ્યો છે અને ગાંઠના દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ એવું વિધાન કર્યું છે. સાતક્ષેત્રમાં સારા ભાવે પોતાના ધનને વાપરનારા, પોતાના પરભવની સ્થિતિ સદ્ધર બનાવે છે. મંદિરો આદિમાં શ્રીમંતો કરતાં મધ્યમવર્ગ અને ગરીબોએ આપેલું દ્રવ્ય વધારે છે. જેમના હૈયામાં ભગવાનની ભક્તિ વસી, તેમણે થોડામાંથી પણ થોડું, ખાનપાનના સામાન્ય ખર્ચમાંથી પણ બચાવી બચાવીને આપેલ છે. આવાં નાણાંનો દુરુપયોગ ન થઈ જાય, એની વહીવટદારોને માથે અને સંઘને માથે મોટી જવાબદારી છે.
દેવદ્રવ્યોમાંથી શ્રાવકો પાસે પૂજા કરાવવાની વાતોઃ
આજે આટલા બધા જેનો જીવતા હોવા છતાં પણ અને એમાં સમૃદ્ધિશાળી જેનો હોવા છતાં પણ એક બૂમરાણ એવી પણ ઊપડી છે કે “આ મંદિરોને સાચવશે કોણ ? સંભાળશે કોણ ? ભગવાનની પૂજા માટે કેસર વગેરે જોઈએ, તે ક્યાંથી લાવવું ? પોતાની કહેવાતી ભગવાનની પૂજામાં પણ દેવદ્રવ્યનો ઉપયોગ શા માટે ન થાય ?' એથી આજે એવો પણ પ્રચાર ચાલી રહ્યો છે કે ભગવાનની પૂજામાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવા માંડો.” કોઈ કોઈ ઠેકાણે તો એવાં રીતસરનાં લખાણો થવા લાગ્યાં છે કે, મંદિરની આવકમાંથી પૂજાની વ્યવસ્થા કરવી ! આવું વાંચીએ કે સાંભળીએ, ત્યારે એમ થઈ જાય છે કે, શું જૈનો ખૂટી પડ્યા ? દેવદ્રવ્ય ઉપર સરકારની દાનત બગડી છે -- એમ કહેવાય છે, પણ આજે વાતો એવી ચાલી રહી છે કે, દેવદ્રવ્ય ઉપર જૈનોની દાનત ૧૩૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?