________________
ફરતા તેઓ ચિત્તોડ આવ્યા હતા એવો તેમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત એમની માતા ગંગાને પિતા શંકરભને પણ નિર્દેશ કહાવલીમાં છે જે અન્યત્ર નથી. તેમના ધર્મ પરિવર્તનની હકીકતમાં પણ અહીં થોડી ભિન્નતા છે. ગુરુનું નામ જિનભટ નહિ, પણ જિનદત્તસૂરિ જણાવ્યું છે. જ્યારે ગુરુએ “ચકિદુર્ગ ગાથાને અર્થ આ. હરિભદ્રને સમજાવ્યો ત્યારે આ. હરિભદ્રે તેમને ધર્મના સ્વરૂપ તેમજ ફળ વિશે પૂછયું. ગુએ કહ્યું: “સસ્પૃહને માટે ધર્મનું ફળ સ્વર્ગાદિની પ્રાપ્તિ છે, જ્યારે નિ:સ્પૃહને માટે ધર્મનું ફળ “ભવવિરહ છે.” હરિભદ્રે કહ્યું, “મને ભવવિરહ જ પ્રિય છે, માટે તેમ કરે.” આથી ગુરુએ તેમને જૈન દીક્ષા આપી. ત્યારબાદ આચાર્યપદ આપી પિતાના પટ્ટધર શિષ્ય બનાવ્યા.
શ્રી હરિભદ્ર “ભવવિરહસૂરિ' નામથી પ્રસિદ્ધ કેવી રીતે થયા એ વિશે પણ કહાવલીમાં જુદી જ વિગત છે. શ્રી હરિભદ્ર જયારે ભોજન કરવા બેસતા ત્યારે તેમને ભક્ત લલિગ શંખ વગાડતે. તે સાંભળી વાચકો આવતા. લદિલગ તેઓને ભોજન કરાવતો. પાછા વળતા યાચકે શ્રી હરિભદ્રને નમસ્કાર કરતા અને શ્રી હરિભદ્ર તેમને “ભવવિરહ કરવામાં ઉધમવત થાઓ” એમ આશીર્વાદ આપતા. આ સાંભળી “ઘણું જ ભવવિરહસૂરિ' આમ બોલતા તે પિતાને સ્થાને જતા. આ રીતે આ. હરિભદ્ર જૈભવવિરહસૂરિ' નામથી પ્રસિદ્ધ થયા.
ઉપરના પ્રસંગે પરથી એમ લાગે છે કે શ્રી હરિભદ્રસૂરિ ‘વિરહાંક' કહેવાયા તેનું ખરું કારણ તેમની ભવવિરહની ધગશ હતી, નહિ કે પછીના પ્રબંધે કહે છે તે પ્રમાણે એમના શિષ્યોને વિરહ.
શ્રી હરિભદ્રના શિષ્ય વિશે પણ કહાવલીમાં અન્ય ગ્રંથો કરતાં જુદી વિગત મળે છે. તેમાં કહ્યું છે કે “શ્રી હરિભદ્રને સર્વશાસ્ત્રકુશલ જિનભદ્ર અને વીરભદ્ર નામના બે શિષ્યો હતા. તે સમયે