________________
યેગશતક
વિચારમાં એક બાબત તો સમાન છે કે તે બધા સ્વતઃસિદ્ધ એક જ બ્રહ્મતત્ત્વમાંથી જીવ-જડને અને જીવ-જીવન ભેદ પિતપોતાની ઢબે ઘટાડે છે. શંકરાચાર્ય અને તેમના અનુયાયીઓ માયા કે અવિધાને આધારે એ ભેદ ઘટાવી તે ભેદને પણ વાસ્તવિક કે પારિણામિક ન માનતાં માત્ર આભાસિક યા વિવર્ત
સ્વરૂપ ઘટાવે છે, તો રામાનુજ અને વલ્લભ જેવા અકથ્ય શક્તિ કે લીલાને આધારે તેવા ભેદને વાસ્તવિક (નહિ કે વિવર્તરૂ૫) માને છે.
અવિધા, માયા, શક્તિ, લીલા, વાસના, મળ, પાશ, પ્રકૃતિ, કર્મ, મોહ, અજ્ઞાન અને મિથ્યાદર્શન ઈત્યાદિ શબ્દો પરંપરાભેદને લીધે તેમજ આચાર્યોના વ્યાખ્યાનભેદને લીધે કેટલીક વાર જુદા જુદા અર્થને સહેજ ભાસ કરાવે છે, છતાં તે બધા મૂળ એક જ તાત્પર્યવાળા હોઈ પર્યાય જેવા છે. ચેતનના ખરા સ્વરૂપને આવરી તેમાંથી કાંઈક વિકૃતિ અનુભવાવનાર જે કાંઈ વસ્તુ છે તેને સૂચવવાના ઇરાદાથી ઉકત અવિધા આદિ શબ્દ પ્રચારમાં આવ્યા છે. મૂળમાં એક બ્રહ્મ-તત્ત્વ હતું અને કયારેક તે ભેદ પામ્યું એમ માનનાર વેદાન્તીઓ હોય કે પ્રથમથી જ જી સ્વતઃ ભિન્ન છે એમ માનનાર અન્ય દાર્શનિક હોય, પણ એ બધા એટલું તો માની જ લે છે કે બ્રહ્મ-તત્ત્વ સ્વાભાવિક રીતે વિશુદ્ધ જ છે અને સ્વતઃભિન્ન એવા જીવાત્માઓ પણ સ્વભાવે તો શદ્ધ જ છે.૩ર એવી સ્વાભાવિક શુદ્ધિ છતાં જે કાંઈ અજ્ઞાન કે રાગ-દ્વેષ આદિની વિકૃતિ દેખાય છે તે આગન્તુક હોઈ કારણકત છે. અહીં જ દરેક દાર્શનિક સામે પ્રશ્ન એ છે કે જે મૂળમાં બ્રહ્મ-તત્ત્વ કે જીવાત્મ-તત્ત્વ શુદ્ધ હતું તે એને કર્મ કે
૩૨. સરખાવોएसो अणाइमं चिय सुद्धो य तओ अणाइसुद्धत्ति । जुत्तो य पवाहेणं, न अन्नहा सुद्धया सम्मं ॥
–વિફિયા ૨, ૧૨.