________________
ચારશતક
एमाइ जहोचियभावणाविसेसाओ जुज्जए सव्वं । मुक्काभिणिवेसं खलु निरूवियव्वं सबुद्धीए ॥ ८९ ॥
અર્થ—કાયિક ક્રિયા દ્વારા ક્ષીણ કરાયેલ દોષ દેડકાના ચૂર્ણ સમાન સમજવા અને તે જ દેશે જ્યારે ઉત્કૃષ્ટ ભાવનાથી (અધ્યવસાયના બળે) ક્ષીણ થયા હોય ત્યારે તે દેડકાના. ક્ષાર – ભસ્મ સમાન સમજવા. (૮૬)
એ જ રીતે અન્ય (બૌદ્ધ) શાસ્ત્રકારોએ પણ આ યેગમાર્ગમાં નામમાત્રના ભેદથી પુણ્યને માટી ને સુવર્ણના કળશની ઉપમાથી બે પ્રકારે વર્ણવ્યું છે. (૮૭)
બધિસત્વ એ કાયપાતી હોય, પણ ચિત્તપાતી નથી હેતે, કારણ કે તે પ્રકારના આશયને લીધે એની ભાવનાઓ શુદ્ધ હોય છે. (૮૮)
ઉપર કહેલ આ બધું યથોચિત ભાવનાની વિશેષતાને લીધે ઘટે છે. આ બાબતનું અભ્યાસીએ પિતાની બુદ્ધિથી અભિનિવેશ – કદાગ્રહ છોડી નિરૂપણ કરવું. (૮૯)
સમજૂતી–શુભકર્મ યા પુણ્યકર્મને બાંધનાર સાધક જ્યારે તેવા કર્મથી પ્રાપ્ત થનાર સાધનને ઉપયોગ મોક્ષની સિદ્ધિ અર્થે કરે છે ત્યારે તે સાધક મોક્ષગામી કહેવાય. આ વસ્તુ ગાથા ૮૫ માં ગ્રંથકારે સૂચવી છે. પરંતુ મોક્ષગામી સાધકમાં બધા જ એકસરખી યોગ્યતાવાળા કે એક જ ભૂમિકાવાળા નથી હોતા. કેટલાક સાધકે મેક્ષલક્ષી હોવા છતાં સ્થળ આચારમાં વધારે ૨સ લેનાર હોય છે, જ્યારે કેટલાક સૂક્ષ્મ આચારમાં. સ્થળ આચાર કે સ્થૂળ ક્રિયા અને સૂક્ષ્મ આચાર કે સૂક્ષ્મ ક્રિયા એ બન્ને વચ્ચે પરિણામની દષ્ટિએ શું તફાવત છે તે ગ્રંથકારે ગાથા